________________
જો ચેતના ઇન્દ્રિયોની સાથે નહીં જોડાય તો ઇન્દ્રિય વિષયોને ગ્રહણ નહીં કરે. એને “અનધ્યવસાય' કહેવામાં આવે છે. એક ઉદાહરણથી વાત સમજાવું છું. એક મનુષ્યને હીરા ખરીદવા છે. તે બજારમાં ગયો. બજારમાં સેંકડો દુકાનો છે. એમાં હજારો પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. મનુષ્ય એ વસ્તુઓને જોતો જોતો ચાલ્યો જાય છે, પરંતુ તે ઝવેરાતની દુકાન ઉપર જ ઊભો રહે છે અને હીરા ખરીદી લે છે.
હીરા સિવાય પણ તે અનેક વસ્તુઓ જુએ છે. પણ તે વસ્તુઓને તે જોઈન જોઈ કરી દે છે. જેની સાથે અધ્યવસાય જોડાયો તેને જોયું, લઈ લીધું અને બધું વણજોયા જેવું રહી ગયું. આપણે વસ્તુની સાથે એટલી જ ચેતના જોડીએ, જેટલી એ વસ્તુને જાણવા માટે આવશ્યક હોય, એની સાથે મમત્વની ચેતનાને ન જોડો. . આપણે શબ્દ સાંભળીએ, પરંતુ એની ઉપર સગદ્વેષ ન કરીએ. : આપણે રૂપ જોઈએ, પરંતુ એના તરફ રાગદ્વેષ ન કરીએ.
આપણે ભોજન લઈએ, પરંતુ એના પ્રત્યે રાગદ્વેષ ન કરીએ. . . આપણે સ્પર્શ કરીએ, પરંતુ એના પ્રત્યે રાગદ્વેષ ન કરીએ.
આપણે એવી સાધના-આરાધના કરવાની છે કે જ્ઞાન જ્ઞાન રહે અને એની સાથે રાગદ્વેષ ન જોડાય. જ્ઞાન અને મોહને પૃથફ કરતા જઈએ. ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરશે પણ એની સાથે મમત્વ નહીં જોડાય જ્ઞાનદશા રહેશે. ઈન્દ્રિયો અને આત્મરમણતાઃ
જ્ઞાનદશાની અને જ્ઞાનોપયોગની માત્ર વાતો નથી કરવાની, અભ્યાસ કરવાનો છે - જીવનપર્યત અભ્યાસ કરવાનો છે. ઇન્દ્રિયો સદેવ પોતાના વિષયમાં વિમુખ નથી રહી શકતી. તેમનું સદેવ દમન ન થઈ શકે. હા, ઈન્દ્રિયોને મનની સાથે વધારે સમય જોડવાની નથી. એક દૃષ્ટાંતથી આ વાત સમજાવું છું. મુંબઈ જેવા મોટા શહેરમાં તમે પાણીની મોટી પાઇપલાઇન જોઈ હશે. એની સાથે ગંદા પાણીની ગટરલાઈન (અંડર ગ્રાઉન્ડ) પણ ચાલે છે. એટલે કે પાણીનું નાનું અને મળનું નાળું બંને સાથે સાથે ચાલે છે. કોઈક વાર નાળું વચ્ચેથી તૂટી જાય છે, તો જળ અને મળ મિશ્ર થઈ જાય છે. આ ગરબડ જનસ્વાથ્ય માટે ભયાનક બની જાય છે. એટલે આપણે જળ અને મળનું નાળું અલગ કરી દઈએ છીએ. ઈન્દ્રિયોને તેમનું કામ કરવા દઈએ. ચેતનાને એનું કામ કરવા દઈએ, એને અધ્યાત્મની આરાધના કહે છે.
આપણે જે જ્ઞાતાભાવ અને દૃષ્ટાભાવની વાત કરીએ છીએ, એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આપણે ઇન્દ્રિયોની સાથે ચેતનાને ન જોડીએ. આમ તો ઇન્દ્રિયોને ચોવીસ કલાક બંધ રાખવી એ શક્ય નથી અને ઇન્દ્રિયોની ઉપલબ્ધિ
| ૨૬૪
શાન્તસુધારસઃ ભાગ ૧