________________
એક માછીમારની જાળમાં ફસાઈ ગયો; માછીમાર એને પોતાને ઘેર લઈ ગયો.
અમે લોકો માંસાહારી હતા, અમારે ઘેર મહેમાન આવ્યા હતા, મારી બહેન ભોજન માટે એ જ માછીમારને ઘેરથી એ જ મગરમભ્યને ખરીદીને લઈ આવી કે જે વાંસને ગળી ગયો હતો ! મહેમાનો વધારે હતા. એટલા માટે એ મોટો મગરમલ્ય લઈ આવી હતી. તેણે એ મગરમભ્ય -મોટા મલ્યને ચીરીને જોયો તો પેટમાંથી પેલો વાંસ નીકળ્યો. તેણે વાંસને ચીયે તો અંદરથી મણિ, રત્ન વગેરે નીકળ્યાં. બહેન અત્યંત હર્ષવિભોર થઈ ગઈ. એ જ સમયે મારી મા ત્યાં આવી પહોંચી અને મારી બહેનના હાથમાં વાંસ જોઈને પૂછ્યું: “દીકરી, તારા હાથમાં શું છે?” ત્યારે બહેને વાંસને સંતાડી દીધો અને બોલીઃ “કશું નથી મા, પરંતુ જ્યારે મા એ વાંસ પાસે જવા લાગી તો લોભની મારી બહેને પાસે રહેલાં સાંબેલા દ્વારા માના ઉપર પ્રહાર કર્યો. માતા તત્કાલ મૃત્યુશરણ થઈ ગઈ !
એ સમયે અમે બંને ભાઈઓ ઘરમાં આવ્યા. બહેન ગભરાઈ ગઈ. તે ઊભી થઈ ગઈ. એનાં વસ્ત્રોમાંથી પેલો વાંસ નીચે પડી ગયો - “અરે, આ તો પેલો જ વાંસ છે, જેમાં આપણે રત્નો ભર્યા હતાં. પાછળથી આપણી બુદ્ધિ બગડી હતી અને આપણે પાણીમાં ફેંકી દીધો હતો ! આ વાંસ અહીં કેવી રીતે આવી ગયો?” અમે માતાનો. મૃતદેહ જોયો... બહેનને જોઈ – ‘અર્થ જ અનર્થનું મૂળ છે.' અમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. માનો અગ્નિસંસ્કાર કરીને ચારિત્રધર્મનો સ્વીકાર કરી લીધો. ઘર બહેનને સોંપીને અમે બંને ભાઈઓએ ગુરુદેવની પાસે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. મંત્રીશ્વર, અત્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વેળાએ એ દ્રશ્ય-“બહેન માતાને મુશળ મારે છે, તે વૃશ્ય સામે આવી ગયું અને મુખમાંથી ‘ભય' શબ્દ સરી પડ્યો.”
મુનિરાજની વ્યથાપૂર્ણ કથા સાંભળીને અભયકુમાર વ્યથિત થઈ ગયા ! વિષયતૃષ્ણાની, ધનલાલસાની ભયાનકતા વિચારતાં વિચારતાં પોતાની જગાએ ચાલ્યા ગયા. તે નિદ્રાધીન થવા વિચારે છે ત્યાં બીજી ઘટના બને છે. પત્નીનો વિશ્વાસઘાત: મહાભયં :
મહામંત્રીએ ‘મહાભય’ શબ્દ સાંભળ્યો. તેમણે ઉપાશ્રયના દ્વાર ઉપર નજર કરી. એક મુનિવર દ્વારમાં પ્રવેશ કરી રહ્યા હતા, તેમના મુખમાંથી આ શબ્દ નીકળ્યો હતો. અભયકુમાર ઊભા થયા. મુનિરાજની પાસે ગયા. ધીરેથી પૂછ્યું - “હે પૂજ્ય, આપ ‘મહાભયં” કેમ બોલ્યા? શું આપે અહીં કોઈ ભય જોયો?” મુનિરાજે કહ્યું : “મંત્રીવર, મારા ગૃહસ્થ જીવનની એક મહાભયંકર ઘટના યાદ આવી ગઈ અને આ મહાભયંકર શબ્દ મુખમાંથી નીકળી ગયો.” મંત્રીવરે પૂછ્યું: “કૃપાવંત, એવી કઈ ઘટના બની આપના જીવનમાં? જો સ્વાધ્યાયમાં વિઘ્ન ન થતું હોય તો કહેવાની કૃપા
[ સંસાર ભાવના
૧૭૯