________________
મદિરાપાન-નિષેધ જાહેર કર્યો. દ્વારિકામાં જેટલી મદિરા હતી તે બધી જ મદિરા કદંબવનમાં કાદંબરી નામની ગુફા હતી, તેની પાસે અનેક શિલાખંડ હતા ત્યાં નંખાવી દીધી. એ મદિરાની એક નદી વહેવા લાગી. એ મદિરા વિવિધ વૃક્ષોનાં સુગંધિત પુષ્પોના સંપર્કથી વધારે સ્વાદિષ્ટ થઈ ગઈ !
વૈશાખ માસ હતો. એક દિવસે કૃષ્ણપુત્ર શામ્બનો એક સેવક ત્યાંથી પસાર થયો કે જ્યાંથી મદિરા વહેતી હતી. તેને તરસ તો લાગી હતી. તેણે આ મદિરાનું પાન કર્યું. તેણે કેટલીક મદિરા એક પાત્રમાં ભરી લીધી અને શાંબની પાસે લઈ આવ્યો. શાંબકુમારે મદિરાપાન કર્યું તો તે અતિપ્રસન્ન થયો. તેણે સેવકને પૂછ્યું - ‘આવી મદિરા તું ક્યાંથી લાવ્યો?' સેવકે આખી વાત કરી. બીજે દિવસે શાંબકુમાર અનેક યાદવોની સાથે કાદંબરી ગુફાની પાસે આવ્યો. ત્યાં તેણે શિલાખંડોની વચ્ચે વહેતી મદિરા નદી જોઈ! તે હર્ષોન્મત્ત થઈ ગયો. તેણે સેવકો પાસે મદિરા મંગાવી ને પીવા લાગ્યો. સૌએ પેટ ભરીને મદિરાપાન કર્યું. બધા જ કુમારો ઉન્મત્ત બન્યા. ત્યાંથી પાછા ફર્યા અને રસ્તામાં કદંબવનમાં દ્વૈપાયન ઋષિને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા જોયા.
દ્વૈપાયનને જોતાં જ શાંબકુમાર બોલ્યો - ‘આ તાપસ, આપણી દ્વારિકાને અને આપણા કુળને બાળી નાખવાનો છે, એટલા માટે એને જ મારી નાખો. એ મરી જશે તો દ્વારિકાને કોણ બાળશે અને કુળનો નાશ કેવી રીતે થશે?' શાંબકમારની આજ્ઞા થતાં જ યાદવકુમારોએ દ્વૈપાયન ઋષિને મારવાનું શરૂ કર્યું. અત્યધિક શરાબ પીવાને કારણે તેઓ ઉન્મત્ત તો થઈ જ ગયા હતા. તેમણે ઋષિને લાતો મારી મુઠ્ઠી પ્રહારો કર્યા...જમીન ઉપર પાડી નાખ્યા. એટલા બધા માય કે ઋષિમૃતપ્રાય થઈ ગયા. તે પછી યાદવકુમારો દ્વારિકામાં આવીને પોતપોતાનાં ઘરોમાં ઘૂસી ગયા !
શ્રીકૃષ્ણને યાદવકુમારોના આ ભયાનક કૃત્યનો ખ્યાલ આવી ગયો. તે ખૂબ જ વ્યથિત થયા, તેમણે વિચાર કર્યો: ‘કુમારોએ વાસ્તવમાં યાદવકુળનો નાશ કરનાર દુષ્કૃત્ય કર્યું છે. મારે ઋષિની પાસે જઈને તેમની ક્ષમા માગવી જોઈએ. ઋષિ અત્યંત કોપાયમાન થયા હશે.”
શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલરામને આખી વાત કરી. તે પણ દુઃખી થયા. શ્રીકૃષ્ણ કહ્યું - ભાઈ, આપણે દ્વૈપાયન ઋષિ પાસે જઈને તેમની ક્ષમા માગવી જોઈએ.' બંને ભાઈ ઋષિની પાસે ગયા. તેમણે દ્વૈપાયન ઋષિને જોયા. તેમની આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ હતી - જાણે તૃષ્ટિવિષ સાપની આંખો! શ્રીકૃષ્ણ અને બલરામે ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનયથી તેમની સામે બેઠા. શ્રી કૃષ્ણ નમ્રતાથી કહ્યું છે મહર્ષિ, મારા પુત્રો મદિરાપાનથી ઉન્મત્ત હતા, અંધ બની ગયા હતા. તેમણે આપનો ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. આપને ખૂબ કષ્ટ પહોંચાડ્યું છે. તેઓ અજ્ઞાની છે, [ ૧૩૮ |
શાન્ત સુધારસઃ ભાગ ૧]