________________
શબ્દોના અર્થ સમજાવતા રહીએ તો પ્રવચન નીરસ બની જશે. એટલા માટે શ્રોતા એવા જોઈએ કે જેમને પારિભાષિક શબ્દોનું જ્ઞાન હોય. એમને જ સુધિય’ કહેવાય.
માની લો કે પ્રવચન દરમિયાન પરિભાષા સમજાવીએ પણ ખરા, પરંતુ જે બુદ્ધિમાન હશે તે જ સમજી શકશે. અલ્પબુદ્ધિવાળા નહીં સમજી શકે. ભલે ને તેઓ ઉંમરમાં મોટા હોય. ઉંમરમાં નાના હોય, પરંતુ જે બુદ્ધિમાન હોય તે પારિભાષિક શબ્દોને સારી રીતે સમજી લે છે.
એટલા માટે વિશિષ્ટ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ બુદ્ધિમાનોને આપવો જોઈએ. સામાન્ય ધર્મોપદેશ સૌને આપી શકાય, જેમાં અર્થનો અનર્થ થવાની સંભાવના રહેતી નથી. બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો:
બુદ્ધિમાનોને પણ ઉપાધ્યાયજી બે પ્રશ્નો પૂછે છે. ખૂબ મહત્ત્વના છે એ બે પ્રશ્નો. શાન્તસુધારસ' ગ્રંથ સાંભળવો હોય તો મારા બે પ્રશ્નોના ઉત્તર આપો. .
પ્રથમ પ્રશ્ન છે તમારું ચિત્ત ભવભ્રમણના થાકથી ઉદ્વિગ્ન થઈ ગયું છે ખરું? હવે મારે સંસારમાં મૃત્યુ પામવું નથી, અનંત ભ્રમણથી હું થાકી ગયો છું. હવે ભટકવું નથી, સંસારની ચાર ગતિઓમાં. આવો નિર્ણય કર્યો છે?
બીજો પ્રશ્ન પૂછું: ‘અનંત સુખમય મોક્ષ પામવા માટે તમારું મન તત્પર બન્યું, છે? હવે તો મોક્ષ જ મેળવવો છે, એવો મનોમન નિર્ણય કર્યો છે ખરો?
ઉપાધ્યાયજીનો આ કેવો નિઃસ્પૃહભાવ છે? કેવું સરસ સંસ્કૃત મહાકાવ્ય બનાવ્યું છે, હું લોકોને સંભળાવું... લોકો મારી ભરપૂર પ્રશંસા કરશે. મહાકાવ્યનું ઉચ્ચ મૂલ્યાંકન કરશે..' વગેરે સ્પૃહા મનમાં ન હતી. પોતાની કીર્તિનો, પ્રશંસાનો કોઈ ભાવ કે ધ્યેય ન હતું. તે તો સ્પષ્ટ કરે છે - તમે ભવભ્રમણથી થાકી ગયા છો ? તમને અનંત સુખમય મોક્ષ પામવાની તત્પરતા છે? તો આવો અને ‘શાન્તસુધારસ સાંભળો.
માત્ર ટાઈમ પાસ કરવા માટે સાંભળવાનું નથી. કર્ણપ્રિય' લાગે છે એટલા માટે સાંભળવાનું નથી. મહારાજ ખૂબ સારું ગાય છે, એટલા માટે સાંભળવાનું નથી. સાંભળવામાં મજા આવે છે. એ રીતે શ્રવણેન્દ્રિયની તૃપ્તિ માટે સાંભળવાનું નથી. એટલા માટે સાંભળવાનું છે કે ભવસંસારમાંથી ચિત્તની વિરક્તિ વધારવાની છે. સંસાર વિરક્તિ અને મોક્ષ અનુરક્તિની દ્રષ્ટિથી ‘શાન્તસુધારસનું શ્રવણ કરવાનું છે. શુભ ભાવનાઓના અમૃતરસનું પાન કરવાનું છે. આ ગ્રંથ-શ્રવણનો કોણ અધિકારી છે, તે સમજો છો ને?
| ૩૦
પ્રસ્તાવના
|