________________
ઘટના તમને કહું છું. બિહાર રાજ્યમાં હેમંતપુર નામે એક અતિ શાનદાર રિયાસત હતી, હવે તો એના માત્ર ભગ્નાવશેષો જ બાકી રહ્યા છે. આ ખંડેરોમાં કોઈ કોઈ વાર એક ક્ષીણકાય સાધુની મૂર્તિ આકાશમાં ઊડતી નજરે પડે છે અને અંદર પ્રવેશ કરવાથી પ્રતીત થાય છે કે એમાં કોઈ આદમી રહે છે. પાણીનો ઘડો, સાવરણી, મટકી વગેરે વસ્તુઓ કોણ જાણે કોણે મૂકી હશે !
કહેવાય છે કે અહીંના રાજા સાહેબ જ્યારે સિંહાસનારુઢ હતા ત્યારે તેમની પ્રેરણાથી એ સાધુએ તાંબામાંથી સોનું બનાવવાનો પ્રયોગ કર્યો હતો. પ્રયોગ પૂરો થતા પહેલાં જ સાધુની ભૂલથી તે કડાઈમાં પડીને પ્રાણ ખોઈ બેઠો હતો. સાધુનો આત્મા આ ગફલતથી ખૂબ ક્લેશ પામ્યો. તે આજે પણ પ્રેતરૂપે એ ખંડેરોમાં વિચરતો દેખાય છે !
વિષયલોલુપ મનુષ્ય કર્તવ્યનિષ્ઠ ન રહી શકે ઃ
વિષયલોલુપતાને કારણે કામના, લાલસા અને વાસનાની સંકીર્ણ પરિધિમાં જ સામાન્યતયા મનુષ્ય-મન ચિંતિત થઈ ઘૂમે છે. જ્ઞાની પુરુષોએ એને પુત્રૈષણા, વિતૈષણા, લોકૈષણા કહીને એનાથી દૂર રહેવા કહ્યું છે. આત્મોત્કર્ષના માર્ગમાં આ જ મુખ્ય અડચણો છે. આ એષણાઓને કારણે વિષયલોલુપતાને કારણે જ લોક રાગદ્વેષ - કલહ કટુતા વગેરેમાં જકડાયેલાં રહે છે. આવા લોકો વિશિષ્ટ કર્તવ્યોનું પાલન કરી શકતા નથી.
આ વિષયની એક ઐતિહાસિક ઘટના કહું છું. સન ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્ત્વપૂર્ણ ઘટના 'તાત્યાટોપે'ના જીવન સાથે સંબંધ છે.
અજીજાન નામની એક નર્તકી સેનાપતિ તાત્યાટોપે પ્રત્યે આસક્ત હતી. તેણે તાત્યાટોપેનું મન જીતવા માટે આકર્ષણોની જાળ બિછાવી દીધી. તાત્યાજી તેના મનની વાત સમજી ગયા. તેમણે એક દિવસે અજીજાનને કહ્યું ઃ ‘મારા જીવનનું એક જ ધ્યેય છે - અંગ્રેજોને ભારતની ભૂમિમાંથી તગેડી મૂકવા. જો તું મને સાચા અર્થમાં પ્યાર કરતી હોય તો મારા આ શ્રેષ્ઠ લક્ષ્યમાં તારે સમર્પિત થવું પડશે.’
અજીજાન તૈયાર થઈ ગઈ. પરંતુ સમર્પણ એટલી સરળ પ્રક્રિયા નથી કે એમાં એમ જ સફળતા મળે. અજીજાને પોતાની તમામ મિલકત સ્વાધીનતા સંગ્રામમાં આપી દીધી. પોતાની જાતને ગુપ્તચર સેવામાં જોડી દીધી. અજીજાનને ભયંકર કપટ અને આપત્તિઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ તે ધ્યેય તરફ અડોલ રહી.
સાચા પ્રેમની પવિત્રતાથી તેના હૃદયની વાસનાઓ ધોવાઈ ગઈ હતી. એક નર્તકીનું મન વિષયલોલુપતાથી મુક્ત બન્યું, તો તેણે કેવું મહાન કર્તવ્ય નિભાવ્યું ?
૬૪
પ્રસ્તાવના