________________
રક્તચાપ, રક્તનલિકાઓના વ્યાસમાં પરિવર્તન, રક્તના રાસાયણિક પરિવર્તનના રૂપમાં થાય છે; જેને પરિણામે હાર્ટએટેક - કાર્ડિયેક, એરિથમિયા, એસેન્શિયલ હાઈપર ટેન્શન - એન્જાઈના પેક્ટોરિયા તથા માઇગ્રેનના રૂપમાં રોગો થાય છે.
એક વેપારી ભાવનાત્મક ચડઉતારની સામે ચિંતિત રહેતો હતો. થોડોક સમય ગયો અને તેને રક્તચાપની બીમારી લાગુ પડી ગઈ. મનોવૈજ્ઞાનિકોએ તેને તેનો દૃષ્ટિકોણ બદલવા તથા આધ્યાત્મિક ઉત્થાનના રચનાત્મક પ્રયાસમાં લાગી જવાની સલાહ આપી. જોવામાં આવ્યું કે થોડાક જ દિવસોમાં તેનો ઉચ્ચ રક્તચાપ દૂર થઈ ગયો.
U.S.A.માં પ્રતિવર્ષ વધારેમાં વધારે લોકો હૃદયરોગોથી મરે છે. ડૉક્ટરોના મતાનુસાર ૪પ થી ૬૫ની ઉંમરમાં ૨૫ ટકા મૃત્યુ સાયકોસોમોટિક કોરોનરી આર્ટરી રોગોથી થાય છે.
કેટલાક વિદેશી ડૉક્ટરોએ પોતાની શોધમાં જોયું છે કે ભાવનાત્મક સંવેગોનો રક્તની જમાવટની ગતિ સાથે સીધો સંબંધ છે. બ્લડબેંકમાં રક્તદાતાઓને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. જેઓ શાન્ત મનઃસ્થિતિના હતા, તેમના રક્તને જામવાનો દર ૮ થી ૧૨ મિનિટનો હતો. જેઓ ભયભીત હતા, તેમના રક્તને જામવાનો સમય ૪ થી ૫ મિનિટ તથા જેઓ અતિશય ભયભીત અને ચિંતિત હતા તેમનો ૧ થી ૩ મિનિટ હતો.
૧
હૃદયાઘાતમાં મૃત્યુનું કારણ લોહીનું જામી જવું હોય છે, જે એક થ્રોમ્બોસ યા ઇમ્બાલિસમના રૂપમાં હોય છે. ગઠ્ઠો બનવાની પ્રક્રિયા રક્તના રાસાયણિક પરિવર્તન ઉપર આધારિત છે, જેની ઉપર માનસિક તનાવનો સીધો પ્રભાવ હોય છે. સારી રીતે સમજી લો કે આ માનસિક તનાવ આર્તધ્યાન અથવા રોદ્રધ્યાનથી ઉત્પન્ન થાય છે. વિષયલોલુપ જીવોને માનસિક તનાવ રહેવાનો જ.
મનોવિકારો રહિત મનની સ્થિતિ શરીરને નીરોગી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ તથ્યને વિશ્વના મૂર્ધન્ય ચિકિત્સાશાસ્ત્રીઓ પણ અનુભવ કરી ચૂક્યા છે. જેમણે સ્વસ્થ, પ્રસન્ન અને નીરોગી રહેવું હોય તેમણે પહેલાં મનને નિયંત્રિત અને સંયમિત કરવું જોઈએ. મનોવૈજ્ઞાનિકો પણ નિંદા, ચુગલી, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, આવેશ આદિના પ્રસંગોથી બચવાની સલાહ આપે છે. મનને રખડતું અટકાવવાની સલાહ આપે છે. અનેક ઝઘડા, ઝંઝટ અને વૈમનસ્યથી પણ બચવાની વાત કરે છે. બચવાનો એક જ ઉત્તમ ઉપાય છે - વિષયલોલુપતાનો ત્યાગ ! વિષયલોલુપી પ્રેત બન્યો :
વિષયલોલુપતાને કારણે એક | શાન્તસુધારસ : ભાગ ૧
સાધુ
સંન્યાસી કેવા બન્યા, એની ઐતિહાસિક
૬૩