________________
મૈથુનના, પરિગ્રહના તીવ્ર પાપવિચારો રૌદ્રધ્યાન છે. જે મનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ચાલતું હોય છે એ મનમાં શુભ ભાવનાઓ રહેતી નથી. શુભ ભાવનાઓ પેદા જ થતી નથી.
રૌદ્રધ્યાન અતિ ખતરનાક છે. ઘોર અશાંતિ પેદા કરે જ છે, સાથે સાથે ઘોર પાપકર્મ બંધાવે છે. એ પાપકર્મોને ભોગવવા માટે નરકમાં જવું પડે છે. ઘોર-અસહ્ય દુઃખ ભોગવવાં પડે છે. વર્તમાન જીવનમાં અનેક પ્રકારની તીવ્ર અશાંતિ અને પરલોકમાં તીવ્ર કોટિનાં દુઃખ. અસંખ્ય વર્ષો સુધી ઘોર શારીરિક-માનસિક પીડા ભોગવવી પડે છે, એટલા માટે રૌદ્રધ્યાનથી બચતા રહેવું. રૌદ્રધ્યાનની પ્રચંડ આગથી બચીને જીવવાનું છે. - પહેલું રૌદ્રધ્યાન છે હિંસાવિષયક. તીવ્ર વૈરભાવનાથી પ્રેરિત થઈને જીવહિંસા કરવા માટે સતત વિચારે તેને રૌદ્રધ્યાન કહે છે. જીવ નાનો હોય કે મોટો, મારવાના ઈરાદાથી મારીએ છીએ.... અથવા મારવાનો સતત વિચાર ચાલ્યા કરતો હોય છે.
એ રીતે મૃષાવાદના સતત વિચારો પણ રૌદ્રધ્યાન કહેવાય છે. સતત જૂઠું બોલવાના વિચાર મનુષ્ય કરે છે ત્યારે રૌદ્રધ્યાન બને છે. મૃષાની જેમ મૈથુન -. અબ્રહ્મ સેવનના સતત વિચારો પણ રૌદ્રધ્યાન કહેવાય છે. રૌદ્રધ્યાનની આગ સર્વભક્ષી હોય છે. જીવનનું સર્વસ્વ બાળી નાખે છે. કશું જ બચતું નથી. સિવાય રાખ. ભસ્મીભૂત બનેલા ગુણોની રાખ. રાખમાંથી સમતાના અંકુર કેવી રીતે પેદા થઈ શકે? ન જ થઈ શકે ને? એટલા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચવું. બંને દુર્ગાનની જનની વિષયલોલુપતા:
કદાચ તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે મનમાં ક્યાં - કઈ જગાએથી આર્તધ્યાન - રૌદ્રધ્યાન પેદા થાય છે? એ પ્રશ્નનો ઉત્તર ઉપાધ્યાયજીએ આ શ્લોકમાં આપી દિીધો છે. જે જીવાત્મા વિષયલોલુપ હોય છે, તેના મનમાં આર્ત-રૌદ્રધ્યાન પેદા થાય છે માનવે વિષયોહૃપાત્મનામ્ |
પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષય હોય છે. એ વિષયોની આસક્તિ જ દુષ્યનની જનની છે. કોઈ પણ વિષયની ઈચ્છા, અભિલાષા, કામના.. પેદા થાય છે કે આર્તધ્યાન શરૂ થઈ જાય છે. તે વિષય પામવા માટે હિંસાના, મૃષાના, ચોરીના વિચારો ચાલે છે અને રૌદ્રધ્યાન શરૂ થઈ જાય છે.
આ વિષયલોલુપતાને કારણે જ મનુષ્યના જીવનમાં સંઘર્ષ વધે છે. મનુષ્યના જીવનમાં માનસિક તનાવની વૃદ્ધિ થાય છે. એનો પ્રભાવ મસ્તકના માધ્યમથી સમગ્ર શરીર ઉપર પડે છે. મનોભાવોનો ઉત્તેજનાત્મક પ્રભાવ હૃદય-ગતિ,
[ ૬૨ -
પ્રસ્તાવના