________________
દુઃખોની સામે લડતાં તે થાકતો નથી. પરમાર્થ-પરોપકાર આદિ ધર્મકાર્ય કરતાં તે થાકતો નથી. એનું મન કદીય ખિન્ન થતું નથી. એના મુખ ઉપર કદી નિરાશાનાં વાદળો ઘેરાતાં નથી. દુઃખોમાં પણ સ્થિર મનથી ધર્મઆરાધનાનું રહસ્ય:
સુદર્શન શેઠની વાત તો જાણો છો ને?રાજાએ જ્યારે સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવીને મારી નાખવાની સજા સંભળાવી હતી. ત્યારે સુદર્શન શેઠની સતી પત્ની મનોરમા પતિવ્રતા નારી સ્થિર મનથી નિર્ભય બનીને પરમાત્માના ધ્યાનમાં લીન થઈ શકે. કદી તમે લોકોએ આ ઘટના અંગે વિચાર કર્યો છે? નહીં ને વિચારવાનું તમારું કામ નથી, માત્ર સાંભળતાં જ રહો. ધર્મને સાંભળો છો અને અધર્મનું ચિંતન કરો છો ! પછી ધર્મનાં રહસ્યભૂત તત્ત્વોને કેવી રીતે જાણી શકો?
મહાસતી મનોરમાને શ્રદ્ધા અને શરણાગતિએ નિર્ભય બનાવી હતી - અષી બનાવી હતી અને અખિન્ન બનાવી હતી. એનામાં ન હતો ભય, ન હતો દ્વેષ કે ખેદ. ચિત્તને અસ્થિર અને ચંચળ બનાવનારાં આ ત્રણ તત્ત્વો જ હોય છે ને? - ભય, દ્વેષ અને ખેદ. હવે સમજ્યારે કે મનોરમા કેવી રીતે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન - સુલીન બની હતી? અને એ પણ એના પતિને શૂળીએ ચડાવવા લઈ જવામાં આવતો હતો ત્યારે !
બીજી વાત, જેવી રીતે મનોરમાએ શ્રદ્ધા અને શરણભાવના ફળરૂપે અભય, અખેદ અને અદ્વેષ - આ ત્રણે વિશેષતાઓ પ્રાપ્ત કરી હતી, એ જ રીતે પતિ સુદર્શને પણ ત્રણ વાતો પ્રાપ્ત કરી હતી. શૂળી ઉપર ચડવાની સજા થઈ હોવા છતાં પણ તે ગભરાયા ન હતા. તેથી તો તે નિશ્ચલ મનથી શૂળી ઉપર ચડી શક્યા હતા. એકાગ્ર મનથી તે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન કરી શક્યા હતા. મનોરમા પણ સ્થિર મનમાં પંચપરમેષ્ઠી પરમાત્માના ધ્યાનમાં લીન રહી શકી હતી. શાન્ત સુધાનું પાન કરોઃ
આ હતું તેનું શાન્તરસનું પાન. મનોરમાના મનમાં શાન્તિ હતી, સમતા હતી, સ્વસ્થતા હતી. કારણ કે એણે પોતાના સમગ્ર જીવનની જવાબદારી પંચપરમેષ્ઠી ભગવંતોને સોંપી દીધી હતી. પરમાત્મતત્ત્વ અને ગુરુતત્ત્વને સોંપી દીધી હતી. ધર્મતત્ત્વને સોંપી દીધી હતી. પોતાની ઉપર રજમાત્ર ભાર રાખ્યો ન હતો. આ જતો. વિશેષતા હોય છે શરણગતિના ભાવની !
પ્રશ્ન એ છે કે આપણે આપણાં દુઃખોનો ભાર...અશાંતિનો ભાર પરમાત્મતત્ત્વને, પરમેષ્ઠીતત્ત્વને સોંપી દઈએ છીએ ખરા? સોંપીને નિશ્ચિત બની
[ અશરણ ભાવના
|