________________
કૃષ્ણ કંઈ બોલે તે પહેલાં જ દેવે કૃષ્ણને ઉપાડ્યા, પરંતુ ઉપાડતાં જ કૃષ્ણનું શરીર પારાની માફક વિશીર્ણ થઈને જમીન ઉપર વેરાઈ ગયું ! અને જમીન ઉપર પડતાં જ પહેલાં જેવું શરીર હતું તેવું જ શરીર બની ગયું. શ્રીકૃષ્ણે ઊભા થઈને બલરામદેવને નમસ્કાર કર્યાં. દેવે કહ્યું : “મારા ભાઈ, ભગવાન નેમિનાથે કહ્યું હતું કે નૈષિયક સુખ દુઃખદાયી હોય છે. આજ હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. હે વાસુદેવ, કર્મોથી તમે નિયંત્રિત છો. હું તમને સ્વર્ગમાં લઈ જઈ શકતો નથી, પરંતુ તમારા મનની ખુશી માટે અહીં તમારી પાસે રહેવા ઇચ્છું છું.’
શ્રીકૃષ્ણે કહ્યું : ‘ભાઈ, આપના અહીં રહેવાથી મને કોઈ લાભ થવાનો નથી. આપ રહેશો તો પણ મેં જેટલું નરક આયુષ્ય બાંધ્યું છે એટલું મારે ભોગવવું જ પડશે. આપ અહીં ન રહો, મારાં કર્મ મને ભોગવવા દો.’ બલરામના હૃદયમાં ખૂબ દુઃખ થયું; તે પાછા દેવલોકમાં ચાલ્યા ગયા.
એકલો જ સ્વર્ગમાં - નરકમાં અને મોક્ષમાં જાય છે :
इक्को संचदि पुण्णं, इक्को भुंजेदि विविहसुरसोक्खं । इक्को खवेदि कम्मं, इक्को विय पावए मोक्खं ॥
જીવ એકલો પુણ્ય બાંધે છે, એકલો દેવલોકનાં સુખ ભોગવે છે. એકલો જ જીવ કર્મોની નિર્જરા કરે છે અને એકલો જ મોક્ષ પામે છે. એટલા માટે બીજાં ત૨ફ ન જોતાં આત્મહિત પણ એકલાએ જ કરી લેવું જોઈએ.
‘પ્રશમતિ’માં ભગવાન ઉમાસ્વાતીજીએ કહ્યું છે કે
एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकाहितमेकेनैवात्मनः कार्यम् ॥ १५३ ॥
‘હું એકલો છું ! એકલો જ ઉત્પન્ન થાઉં છું અને મરું છું પણ એકલો જ. નરકમાં જાઉં છું તો પણ એકલો અને સ્વર્ગનું સુખ પણ ભોગવું છું એકલો. મનુષ્યગતિમાં જન્મ ધારણ કરું છું, તો પણ એકલો જ અને પશુયોનિમાં પહોંચું છું તે ય એકલો જ.’ આત્મહિત પણ એકલા જ કરી લેવાનું છે :
જે અનંત અનંત સમય આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં વીતી ગયો, એ અનંત કાળમાં જે કંઈ દુઃખ મેં સહ્યાં તે પણ મેં એકલાએ જ. મેં એટલે આત્માએ. હું એકલો છું, અસહાય છું, એ વાસ્તવિકતા છે અને મારે આ વાસ્તવિકતાનો સહજ રીતે સ્વીકાર કરી લેવો જોઈએ. આ વાસ્તવિકતાનો મેં સ્વીકાર ન કર્યો અને અનેકતાના ખ્યાલમાં ખોવાઈ ગયો. અનેકતાની જાળમાં ફસાતો જ ગયો.
એકત્વ ભાવના
૨૫૧