________________
સંસારના આ સ્વરૂપનું ચિંતન કરવાનું છે. ચિંતન કરશો તો આ “સંસાર ભાવના” બનશે અને ત્યારે જ સંસારનો મોહ - સંસારની આસક્તિ તૂટશે. “સંસાર ભાવનાનું આ જ પ્રયોજન છે. આ ગ્રંથના પ્રારંભમાં જ ગ્રંથકારે નિરપે મનને સંસારને ભયંકર જંગલ કહ્યું છે. આવોનાં વાદળો વરસતાં બતાવ્યાં છે. જંગલમાં ફેલાયેલી કર્મોની વેલડીઓ બતાવી છે. મોહનો વ્યાપકપ્રગાઢ અંધકાર બતાવ્યો છે. આ રીતે સંસારસ્વરૂપનું દર્શન કરાવીને જ્ઞાની પુરુષ જીવોને સંસારમાંથી વિરક્ત બનાવવા ચાહે છે. મોહાસક્તિ તોડવા ઈચ્છે છે. ભ્રમણાનાં સુખોથી જીવોને મુક્ત કરાવવા ઇચ્છે છે.
સંસાર ભાવનાના પ્રથમ શ્લોકમાં ગ્રંથકાર ઉપાધ્યાયજીએ સંસારને બે ઉપમાઓ આપી છે.
v સંસાર - જંગલમાં દાવાનળ સળગી રહ્યો છે. v સંસારના રણપ્રદેશમાં મૃગતૃષ્ણા દેખાઈ રહી છે. લોભનો દાવાનળ અને વિષયતૃષ્ણાની મૃગતૃષ્ણા! આ બે વાતો બતાવી છે. આ બે વાતોનું ચિંતન કરવું. લોભનો દાવાનળ :
દાવાનળ એને કહેવાય કે જે કદી બુઝાતો નથી. જ્યાં સુધી જંગલમાં લાકડાં હોય છે, ત્યાં સુધી દાવાનળ સળગતો રહે છે. લાકડાંની સાથે જે નાનામોટા જીવ આગમાં લપેટાય છે, તે પણ મરી જાય છે. લોભ-તૃષ્ણા-આસક્તિ દાવાનળ જેવી છે. સંસારમાં જીવોની વિષયાસક્તિ, વૈષયિક તૃષ્ણા વિષયોનો લોભ કદી શાન્ત થતો નથી. લાભનાં લાકડાં લોભના દાવાનળને પ્રજ્વલિત રાખે છે. જેમ જેમ વિષય-લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । જેમ જેમ દ્રવ્યલાભ થાય છે, તેમ તેમ લોભ વધતો જાય છે. લાભ લોભવૃત્તિનું કારણ છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. ઈચ્છાઓ અનંત હોય છે. ઉત્તરાધ્યયનના “કપિલીય અધ્યયન'માં કપિલ નામના કેવળજ્ઞાની સ્વયં પોતાનું જ દ્રષ્ટાંત આપીને જણાવે છે કે ઈચ્છાઓનો અંત જ હોતો નથી. એક દાસી સાથે પ્રેમ થઈ ગયો હતો. એને સંતોષ આપવા માટે થોડુંક સોનું લેવા માટે રાજાની પાસે ગયા હતા. પરંતુ એક કરોડ સુવર્ણમુદ્રાની પ્રાપ્તિથી પણ એમની ઇચ્છા પૂર્ણ થઈ ન હતી. એમનો આત્મા જાગ્રત થઈ ગયો હતો તેથી તે ઇચ્છાઓથી મુક્ત થઈ ગયા! રાજસભામાં ઊભા ઊભા જ તે કેવળજ્ઞાની બની ગયા.
[
સંસાર ભાવના
૧૭૫