________________
પરમહંસે વાદમાં આચાર્યને પરાજિત કર્યા, રાજા સૂરપાળે ઘોષિત કર્યું કે ‘વાદવિવાદમાં પરમહંસનો વિજય થયો છે.’
પરમહંસ નિર્ભય બનીને ચિત્રકૂટ પહોંચી ગયો. ગુરુદેવના ચરણોમાં વંદન કર્યાં અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રડતાં રડતાં તેણે હંસના મૃત્યુની વાત કરી. વાત કરતાં કરતાં તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં મૃત્યુ પામ્યો.
હંસ-પરમહંસ હરિભદ્રસૂરિજીના પ્રિય શિષ્યો હતા. બંને પ્રજ્ઞાવંત હતા, વિદ્વાન્ હતા અને યુદ્ધવીર હતા. આ રીતે બંનેનું અકાળ મૃત્યુ થતાં હરિભદ્રસૂરિ અતિ ઉદ્વિગ્ન, દુઃખી અને સંતપ્ત થયા. બૌદ્વાચાર્ય પ્રત્યે તેમના મનમાં પ્રચંડ રોષ પેદા થયો. બદલો લેવાની અદમ્ય ઇચ્છા થઈ. ગુરુદેવની આજ્ઞા લઈને તે રાજા સૂરપાળના નગરે પહોંચ્યા.
રાજાએ હરિભદ્રસૂરિનું સ્વાગત કર્યું. આચાર્યદેવે રાજાને કહ્યું : ‘હે રાજેશ્વર, તેં મારા શિષ્ય પરમહંસને શરણ આપીને રક્ષા કરી એટલા માટે હું તને લાખ લાખ ધન્યવાદ અને ધર્મલાભ આપું છું. તું શરણાગત-વત્સલ છે. તેં ક્ષત્રિય કુળની શોભા વધારી છે.' સૂરપાળે પરમહંસની અદ્ભુત વાદશક્તિનાં વખાણ કર્યાં ત્યારે તો આચાર્યદેવની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ.
તેમણે કહ્યું : ‘તે મારો પ્રિય શિષ્ય હતો... વાત કરતાં કરતાં મોતને...' આચાર્ય રડી પડ્યા. રાજા સૂરપાળ પણ પરમહંસના મોતના સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો કે ખૂબ જ ખોટું થઈ ગયું.’
‘રાજ, હું એ દુષ્ટ બૌદ્ધ ભિક્ષુઓની સાથે વાદ-વિવાદ કરીશ અને પરાજિત કરીશ અને મોતનો બદલો મોતથી લઈશ.'
રાજાએ કહ્યું : ‘ગુરુદેવ, એ બૌદ્ધ ભિક્ષુઓ એક-બે-સો-બસો નથી, તેઓ તો સેંકડો-હજારોની સંખ્યામાં છે. એમની ઉપર વિજય મેળવવો સહેલો નથી.... હા, જો તમારી પાસે કોઈ દિવ્ય શક્તિ હોય.'
આચાર્યદેવે કહ્યું : “રાજન્, જિનશાસનની અધિષ્ઠાયિકા દેવી અંબિકા મારી ઉપર પ્રસન્ન છે. તું નિર્ભય રહે. હું એકલો એ હજારોને પરાજિત કરીશ.'
આજે મારે જે વાત કહેવાની છે તે વાત આ છે ઃ ભાવનાઓ વગર વિદ્વાનોને, શાસ્ત્રજ્ઞોને પણ શાન્તિ મળતી નથી. આચાર્ય હરિભદ્રસૂરિ સામાન્ય કોટિના વિદ્વાન્ ન હતા. જૈનઆગમોના જ નહીં, ષડ્દર્શનોના પણ તે પારગામી હતા. પરંતુ પોતાના બે શિષ્યોના મૃત્યુથી ; વિરહથી તેઓ કેટલા વ્યથિત થઈ ગયા ? એક દુઃખદ ઘટનાએ એમને કેટલા વિચલિત, રોષાયમાન અને વેરની ભાવનાથી ઉત્તેજિત કરી દીધા ? તે અશાન્ત બની ગયા, વ્યથિત બની ગયા... એમના મનમાં વેરની આગ
શાન્તસુધારસ : ભાગ ૧
૧૯