________________
ચૂંટણી લડતાં અનેક ખોટા ઉપાયો કરે છે. જીતવા માટે તેઓ શું શું નથી કરતા? તે તમે સારી રીતે જાણો છો. તે લોકો શાન્તિ પામતા નથી કે પરિવારને શાન્તિ આપી શકતા નથી. ઘોર અશાંતિના વિષચક્રમાં તે લોકો ફસાઈ જાય છે. શારીરિક આરોગ્યની વાસના :
મોહવિષાદનું વિષ મનુષ્યને સાચો વિચાર કરવા દેતું નથી. તે સમજવા દેતું નથી કે ધનસંપત્તિની પ્રાપ્તિ લાભાન્તરાયકર્મના ક્ષયોપમથી થાય છે. પત્ની-પુત્ર આદિની પ્રાપ્તિ પણ અંતરાયકર્મના ક્ષયોપમથી થાય છે. યશ-કીતિની પ્રાપ્તિ નામકર્મના ઉદયથી થાય છે, અને અપયશની-બદનામીની પ્રાપ્તિ થાય છે અપયશ નામકર્મના ઉદયથી ! શારીરિક આરોગ્યની પ્રાપ્તિ શાતા-વેદનીય કર્મથી થાય છે અને સર્વ રોગોનું મૂળ અશાતા-વેદનીય કર્મનો ઉદય હોય છે !
મોહવિષથી ભ્રાન્ત બનેલો મનુષ્ય એ તાત્ત્વિક વિચાર નથી કરતો. એ અતાત્ત્વિક - અયથાર્થ વિચાર જ કરે છે. જ્યારે શરીર રોગગ્રસ્ત બને છે. અનેક ઔષધ ઉપચારો કરવા છતાં પણ તે નીરોગી બનતું નથી, ત્યારે તેની વ્યાકુળતા વધી જાય છે. તેને મૃત્યુનો ભય સતાવે છે. રોગોથી બચવા માટે ગમે તેવા અનુચિત અને હિંસાપ્રચૂર ઉપાયો કરે છે. પાપપુણ્યનો વિચાર પણ કરતો નથી.
રોગગ્રસ્ત સ્થિતિમાં જો સ્વજન-પરિજન સેવા નથી કરતાં, તેની દેખભાળ નથી કરતાં તો તે રોષથી, રીસથી અને ક્રોધથી ભરાઈ જાય છે. કડવાં વચનો બોલવા માંડે છે. તીવ્ર આક્રોશ કરે છે અને તીવ્ર અશાંતિનો ભોગ બને છે. મોહવિષાદનાં ઝેરનો આ ઇમ્પ્રભાવ હોય છે. સંસારમાં મોહવિષાદનું ઝેર વ્યાપ્ત છે, એ સંસારમાં સુખ હોઈ શકે જ નહીં, શાન્તિ મળી શકે જ નહીં. સુખશાન્તિનો એક જ ઉપાય : ભાવનાઓ :
સભામાંથી અમે લોકો સંસારમાં જ છીએ. સંસાર મોહવિષથી વ્યાપ્ત છે, તો પછી અમે સુખશાન્તિ કેવી રીતે પામી શકીએ?
મહારાજશ્રી ભાવનાઓથી! આ શાન્તસુધારસ' ગ્રંથના શ્રવણ-મનનથી તમે લોકો સુખશાન્તિ પામી શકો એટલા માટે તો આ ગ્રંથ ઉપર પ્રવચનો આપવાં છે. આ મહાકાવ્યનું ગાન કરવું છે.
માનસિક સુખશાંતિ પામવાનો એક અનન્ય-અદ્વિતીય ઉપાય છે -ભાવનાઓથી આત્માને ભાવિત કરવાનો !!
પુણ્યકર્મનો ગમે તેટલો ઉદય હશે, ગમે તેટલાં ભૌતિક સુખનાં સાધનો હશે, પરંતુ મનમાં ભાવનાઓનું ચિંતન નહીં હોય, તો શાન્તિ નહીં મળે ! એક મોટા
શાન્તસુધારસ : ભાગ ૧
૨૫