________________
કર્યા પછી મને કહેજો કે પરમાત્મભાવની વાસના જાગી કે નહીં? એક વાર વાસનાને જાગવા દો ! પછી તે દૃઢ થતી જાય છે. ચિંતન તો કરવાનું જ છે. ભેદ-જ્ઞાનનું ચિંતન ક૨વાનું છે. અધ્યાત્મમાર્ગમાં આ ચિંતન અનિવાર્ય છે. આ ચિંતનથી વિષયવાસના શિથિલ થઈ જશે. પુદ્ગલિક વિષય - અભિનિવેશ - દુરાગ્રહ છૂટી જશે. મારે એવા જ શબ્દ-રૂપ-૨સાદિ જોઈએ' એવો દુરાગ્રહ ન રાખવો. આત્મજ્ઞાની અંતરાત્માને પોતાના ગુણોનું પણ અભિમાન રહેતું નથી, તો પછી આત્મજ્ઞાની અંતરાત્માને વિષયોનો, પુદ્ગલોનો આગ્રહ તો કેવી રીતે રહી શકે ?
અભિનિવેશ પુદ્ગલ વિષય જ્ઞાની હું કહા હોત ? ગુણ કો ભી મદ મિટ ગયો, પ્રકટત સહજ ઉદ્યોત. એકત્વ ભાવનાથી જ સમતાસુખ :
પ્રતિદિન એકત્વ ભાવનાનું ચિંતન કરતા રહો. ચિત્ત સમતાસુખનો અનુભવ કરશે. આ દૃષ્ટિએ આત્માના એકત્વનું વિસ્તારથી વિવેચન કર્યું છે - નિશ્ચય દૃષ્ટિથી સમજાવ્યું છે અને વ્યવહાર દૃષ્ટિથી પણ સમજાવ્યું છે.
પંડિતજી સકલચંદ્રજીએ ‘એકત્વ ભાવના’ને ભાવવાહી કાવ્યમાં પ્રવાહિત કરી છે. એ કાવ્યનું ગાન કરીને ‘એકત્વ ભાવના’ ૫૨ કંઈક ચિંતન કરીને એનું વિવેચન પૂર્ણ કરીશું.
એ તું હિ આપકું તું હિ ધ્યાઓજી, ધ્યાન માંહી અકેલા, જિહાં તિહાં તું જાયા અકેલા, જાવેગા ભી અકેલા...... ૧ હરિહર પ્રમુખા સુરનર જાયા, તે ભી જગે અકેલા,
તે સંસાર વિવિધ પર ખેલી, ગયા તે ભી અકેલા.....૨ કુછ ભી લીના સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથે, નિજ નિજ કરણી લે ગયે તે, ધન બિન ઠાલે હાથે.....૩ બહુ પરિવારે ન રાચો, લાગો, મુધા મલ્યો સહુ સાથો, ઋદ્ધિ મુધા હોશે સબ ચિંતા, ગગન તણી જિમ બાથો.......૪ શાન્તસુધારસ મેં ઝીલો વિષય-વિષ પંચ નિવારો, એકપણું શુભ ભાવે, ચિંતી, આપ આપકું તારો....... હિંસાદિક પાપે એ જીવો, પામે બહુવિધ રોગો, જલવિણ જિમ માછો અકેલો પામે દુઃખ પરલોગો....... એકપણું ભાવી નેમિરાજા, મૂકી મિથિલા રાજો, મૂકી નરનારી સવિસંગત, પ્રણમે તસ સુરરાજ......૭
એકત્વ ભાવના
૨૩