________________
શુભ કિરિયા આચરણ આચરે, ધરે ન મમતાભાવ. નૂતન બંધ હોય નહીં ઈણ વિધ પ્રથમ અરિ શિરઘાત.
અનેક મનુષ્યજન્મ મળ્યા, અનંત વાર મનુષ્ય બન્યા, પરંતુ આ આધ્યાત્મિક ચિંતન ન કર્યું. આ મનુષ્યજીવનમાં આ ભૂલ દોહરાવવાની નથી. આ જીવનમાં આધ્યાત્મિક દૃષ્ટિ પામીને મોહની છાતીમાં આત્માના એકત્વનું તીર મારવાનું જ છે - મોહમમત્વને નષ્ટ ક૨વાનાં જ છે.
વાર અનંત ચૂકિયા ચેતન ! ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોહરાય કી, છાતીમાં મત ઉક !
એકત્વથી જ પરમ સુખ પ્રતિ :
અનેકતામાં દુઃખ છે, એકત્વમાં જ સુખ છે.’ પરમ સુખ પામવાનો માર્ગ પણ એકત્વની આરાધના જ છે.' એવો દ્રઢ નિર્ણય કર. આ નિર્ણય મહાત્માઓને કઠોર ઉપસર્ગોમાં પણ વિચલિત થવા દેતો નથી. અનુકૂળ ઉપસર્ગોમાં પણ વિચલિત થવા દેતો નથી.
'
શ્રીરામના ચિત્તમાં શ્રમણ બન્યા પછી આવો જ ‘એકત્વ’નો, એટલે કે આત્માના એકત્વનો દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો. સીતાજી પ્રત્યે યા તો લક્ષ્મણ પ્રત્યે થોડુંક પણ મમત્વ રહ્યું ન હતું. સીતાનું રૂપ અને લક્ષ્મણનું રૂપ ‘આ કર્મજન્ય છે, આ અવસ્થાઓ અવાસ્તવિક છે, અસત્ છે.' આ સત્ય આત્મસાત્ થઈ ગયું હતું. એટલા માટે સીતેન્દ્રના અનુકૂળ ઉપસર્ગમાં તે ચલાયમાન થયા ન હતા.
આમેય મહામુનિ શ્રીરામ અપ્રમત્ત ભાવથી ઘોર અને ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. એક મહિનાના, બે મહિનાના, ત્રણ-ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. જંગલોમાં તે ‘પર્યંકાસન’માં રહેતા હતા. કોઈ વાર ભુજાઓને પ્રલંબિત કરીને ઊભા રહેતા હતા. કોઈ વાર અંગુઠા ઉપર તો કોઈ વાર પગની એડીઓ ઉપર ઊભા રહીને આત્મધ્યાનમાં રહેતા હતા.
વિહાર કરીને શ્રીરામ મહામુનિ ‘કોટિશિલા’ નામના સ્થળે પહોંચ્યા. શ્રીરામ મુનિને અનુકૂળ ઉપસર્ગ :
‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' માં સીતેન્દ્ર દ્વારા કેવો અનુકૂળ ઉપસર્ગ થયો હતો, એનું હૃદયસ્પર્શી વર્ણન વાંચવા મળે છે. તમને સંભળાવું.
સીતાએ સાધ્વી બનીને, જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરી હતી. તે બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યાં હતાં. તેમના મનમાંથી હજુ સુધી પણ રામસ્નેહનું દ્વૈત નિર્મૂળ બન્યું ન હતું. રામસ્નેહ પૂર્વવત્ જ હતો. પોતાના
એકત્વ ભાવના
૨૦૧