________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ આત્માને વળગાડ્યું અને આત્માને પોતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય - ક્ષેત્રમાં પૂરી રાખવા રૂપ દંડ દીધો ! અથવા તો સ્નેહ સંબંધના બદલામાં તેને ગાઢ બંધને બાંધી સંસાર રૂપ હેડમાં પૂરી રાખ્યો ! આમ પરભાવ રૂપ કર્મની પરાધીનતાથી બધી મ્યોકાણ થઈ છે.
- ઈત્યાદિ પ્રકારે કર્મની “કુત્સિતશીલ પ્રકૃતિ જે જાણે છે, તે “સ્વભાવત' જ્ઞાની સર્વ કર્મ પ્રકૃતિનો પરિત્યાગ કરી નિરંતર સ્વભાવમાં રમણતા અનુભવે છે.
પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત્ત કરે છે ને પોતાના ક્ષેત્રમાં પાછા જવા રૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિ જવાનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિક રૂપ આત્મસ્વભાવને ભજે છે, સ્વ સ્વરૂપના સ્પર્શન રૂપ સાચું આત્મવંદન કરે છે, “નમો મુજ ! નમો મુજ !' એમ આત્મસ્તુતિની પરમ ધન્યતાને પ્રાપ્ત થાય છે અને “કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા’ નિગ્રંથના પંથને પામે છે, અર્થાત્ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર
” ભાવને સાધે છે - ત્યારે આ આત્મા સ્વાધીન - આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે અને આવી આ કાયોત્સર્ગ દશાને પામેલા સ્વભાવરત અરાગી જ્ઞાની યોગી પરવશપણાથી દુઃખસ્વરૂપ એવી સર્વ કર્મ પ્રકૃતિનો પરિત્યાગ કરે છે અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુક્લ આત્મધ્યાનનો આશ્રય કરે છે, તેથી સ્વભાવમાં રમણ કરનારા તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજ્જન કરે છે.
આકૃતિ
રાગ-સંસર્ગ “ના” ,
| કર્મ પ્રકૃતિ રાગ-સંસર્ગ “ના”
આત્મા
હાથી) હાથણી
અમનોરમ કત્સિતશીલા
અરાગ જ્ઞાની)
કુત્સિતશીલા
સ્વ
પર
'જીવ
કર્મ પુદ્ગલ