________________
૫
થઈ પીધું તે પણ તૃષાતૃષ્ણા છીપી નહિ, હવે તું આ સંસારને નાશ કરવાનો વિચાર કર. छत्तीस तिण्णि सया छावद्विसहस्सवारमरणाणि । अन्तोमुहुत्तमज्झे पत्तोसि निगोयवासम्मि ||२८||
હે જીવ! તેં એક શ્વાસોચ્છવાસના અઢારમા ભાગનું આયુષ્ય ધારણ કરી નિગોદની લધ્યપર્યાપ્ત અવસ્થામાં એક અંતર્મુહૂર્તમાં ક૬૩૩૬ જન્મમરણ કર્યા છે. रयणत्तए अलद्धे एवं भमिओसि दीहसंसारे । इय जिणवरेहिं भणियं तं रयणतं समायरह ॥३०॥
શ્રેષ્ઠ રત્નત્રય સ્વરૂપ નિજધર્મ-આત્મસ્વરૂપની અપ્રાપ્તિના હેતુથી ઉપર જણાવ્યા પ્રમાણે આ દીર્ઘ સંસારમાં તે પરિભ્રમણ કર્યું છે. હવે તું રત્નત્રયનું સમ્યક્ આચરણ કર.
શ્રી કુંદકુંદસ્વામી પંચાસ્તિકાયમાં કહે છે - जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो । परिणामादो कम्म कम्मादो होदि गदिसु गदी ।।१२।। गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ॥१२९॥ जायदि जीवस्सेवं भावो संसारचकवालम्भि । इदि जिणवरेहि भणिदो अणादिणिघणो सणिघणो वा ।।१३०॥
આ સંસારી જીવને રાગાદિ ભાવ થાય છે. તેના નિમિત્તથી આઠ કર્મોને બંધ થાય છે કર્મોના ઉદયથી એક ગતિથી બીજી ગતિમાં જાય છે. જે ગતિમાં જાય છે ત્યાં સ્થૂલ દેહ ધારણ કરે છે.
તે દેહમાં ઇકિય હેય છે. તે ઈદ્રિયો દ્વારા ભાગ્ય પદાર્થોને ભેગવે ' છે. અને વળી તેમાં પુનઃ રાગદ્વેષ થાય છે. એ રીતે આ સંસારરૂપી