________________
નિશ્ચયનયથી વિચારે તો આ જીવને સંસાર છે જ નહિ. તે તો કર્મોથી ભિન્ન જ છે.
संसारमदिक्कतो जीवोवादेयमिदि विचितिजो। संसारदुहकन्तो जीवो सो हेयमिदि विचितिजो ॥३८॥
જે જીવ સંસાર પાર પામ્યા છે તેમની અવસ્થા આદેય-ગ્રહણ કરવા ગ્ય છે એમ વિચારવું. જે જીવ સસારના દુઓમાં ફસાયેલા છે તેમની અવસ્થા હેય-ત્યાગવા યોગ્ય છે એવું મનન કરવાગ્ય છે.
શ્રી કુંદકુંદાચાર્ય ભાવ પાહુડમાં પ્રકાશે છે કેभीसणणरयगईए तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव ||८||
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માડી દેવગતિ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુખને પામ્યો, માટે હવે તે જિન ભાવના (જિન ભગવાન જે પરમશાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ, ચિંતવ. જિન તે ક્ષાને જીતવાવાળા પરમાત્માસ્વરૂપ છે.
सत्तसुणरयावासे दारुणभीसाई असहणीयाई । मुत्ताई सुइरकालं दुःक्खाई णिरंतरं सहिय ॥९॥
સાત નરક પૃથ્વીમાં તીવ્ર, ભયાનક, અસહનીય દુખોને દીર્ઘકાળ પર્યત નિરતર ભેગવતાં તે દુખ સહ્યું છે.
खणणुत्तावणवालणवेयणविच्छेयणाणिरोहं च । पत्तोसि भावरहिओ तिरयगईए चिरंकालं ॥१०॥
હે જીવ! તે તિર્યંચગતિમાં શુદ્ધ ભાવ પ્રાપ્ત ન કરવાથી ચિરકાળ પર્યત ખોદવાનું, ગરમ થવાનું, બળવાનું, ધક્કા ખાવાનું, છેદાવાનું, રકાવાનું દુઃખ પૃથ્વીકાયાદિમાં ક્રમથી પ્રાપ્ત કર્યું છે.