________________
વાર જ ન હૈય, અનેક પ્રકારના નાના મોટા દેહ ધારણ કરીને સંસારમાં બહુ ભમે છે.
अवसप्पिणि उस्सप्पिणि समयावलियासु णिरवसेसेसु । जादो मुदो य बहुसो परिभमिदो कालसंसारे ॥२७॥
ત્રીજા કાળપરિવર્તનમાં આ જીવે ઉત્સપિણી અને અવસર્પિણીના બધા સમયમાં બહુવાર જન્મ મરણ કર્યા છે. દેઈ સમય બાકી નથી કે જેમાં આ જીવ અનતવાર જજો અને મર્યો ન હોય. णिरयाउजहण्णादिसु जाव दु उपरिल्लवा दुर्गवेज्जा । मिच्छत्तसंसिदेण दु वहुसो वि भवहिदीन्ममिदा ।।२८।।
ચોથા ભવપરિવર્તનમાં નરકની જઘન્ય આણુથી માંડી ઊર્વલકમાં ગ્રેવેયિકની ઉત્કૃષ્ટ આયુપર્યત સર્વ ભવો આ જીવે અનંતવાર મિથ્યાદર્શનના હેતુથી ધારણ કરી ભ્રમણ કર્યું છે.
सव्वे पयडिविदिओ अणुभागप्पदेसबंधठाणाणि । जीवो मिच्छत्तवसा भमिदो पुण भावसंसारे ॥२९॥
પાંચમા ભાવ૫રિવર્તનમાં આ જીવ મિથ્યાદર્શનના હેતુથી આઠ કર્મોનાં બધા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ ચાર પ્રકારનાં બંધ સ્થાનકેને ધારણ કરતે વારંવાર ભમે છે. पुत्तकलत्तणिमित्तं अत्थं अजयदि पावबुद्धीए । परिहरदि दयादाणं सो जीवो भमदि संसारे ॥३०॥
જે જીવ પુત્ર અને સ્ત્રીના નિમિતે પાપ બુદ્ધિ કરી ધન પ્રાપ્ત કરે છે–કમાય છે, દયા, દાન, ધર્મને ત્યાગ કરે છે, તે છવ સંસારમાં ભ્રમણ કરે છે.
मम पुत्तं मम भन्ना मम धणधण्णोत्ति तिब्वकंखाए । . चइऊण धम्मबुद्धिं पच्छा परिपडदि दीहसंसारे ॥३१॥