________________
૨૪
વ્રતસ્થાપનાવસ્તુક/
ગ્યો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૦
ગાથા :
संजलणाणं उदओ अप्पडिसिद्धो उ तस्स भावे वि ।
सो अ अइआरहेऊ एएसु असुद्धगं तं तु ॥६२७॥ અન્વયાર્થ :
તરસ તેના સામાયિકના, માવે વિભાવમાં પણ સંગર્ભ[vi સંજવલન કષાયોનો ૩ો ઉદય મMસિદ્ધ ૩ અપ્રતિષિદ્ધ જ છે, તો અને તે સંજવલન કષાયોનો ઉદય, મફત્રા અતિચારોનો હેતુ છે. હું તુ વળી આ થયે છd=અતિચારો થયે છતે, તંતે સામાયિક, મસુદ્ધાં અશુદ્ધ થાય છે. ગાથાર્થ :
સામાયિકના સદ્ભાવમાં પણ સંજ્વલન કષાયોનો ઉદય અપ્રતિષિદ્ધ જ છે=અનિષિદ્ધ જ છે અર્થાત્ જીવમાં કષાયોનો ઉદય થવાની સંભાવના છે જ, અને સંજ્વલન કષાયોનો ઉદય અતિચારોનું કારણ છે. વળી અતિચારો થયે છતે સામાયિક અશુદ્ધ થાય છે. ટીકા :
सज्वलनानां कषायाणामुदयः अप्रतिषिद्ध एव तस्य-सामायिकस्य भावेऽपि, स च-सज्वलनोदयः अतिचारहेतुर्वर्त्तते, एतेषु-अतिचारेषु सत्सु अशुद्धं तत्-सामायिकं भवतीति गाथार्थः ॥६२७॥ * “માવેદિ'માં “મા'થી એ બતાવવું છે કે સંજ્વલન કષાયોનો ઉદય સામાયિકના અભાવમાં તો થાય છે, પરંતુ સામાયિક્તા ભાવમાં પણ થાય છે.
ટીકાર્ચ:
તેના=સામાયિકના, ભાવમાં પણ સંજ્વલન કષાયોનો ઉદય અપ્રતિષિદ્ધ જ છે, અને તે=સંજ્વલનનો ઉદય, અતિચારનો હેતુ વર્તે છે. આ=અતિચારો, થયે છતે તે=સામાયિક, અશુદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જીવમાં સામાયિકનો પરિણામ પ્રગટ્યો હોય તોપણ શાસ્ત્રમાં સંજવલન કષાયોનો ઉદય સ્વીકારાયેલ છે, અને સંજવલન કષાયોના ઉદયથી સામાયિકમાં જે અતિચારો થાય છે, તે અતિચારોરૂપ જ જીવની અપ્રજ્ઞાપનીયતા છે. તેથી ગુરુ સમજાવે તોપણ પુત્રને વ્રતસ્થાપનાની રજા પિતા આપે નહિ, એ પ્રકારની અપ્રજ્ઞાપનીયતા પિતાને સંજવલન કષાયોના ઉદયથી થઈ શકે છે, અને આ અપ્રજ્ઞાપનીયતાથી પ્રાપ્ત થયેલ અતિચારો સાધુના સામાયિકને મલિન કરનાર બને છે. આથી પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે વ્યવહારનયથી અશુદ્ધ સામાયિક હોતે છતે જીવ અપ્રજ્ઞાપનીય હોય છે. વિશેષાર્થ :
સંજવલન કષાયોથી અતિચારો થાય છે, અને નિરતિચાર ચારિત્રવાળા મુનિને પણ સંજવલન કષાયોનો ઉદય હોય છે; પરંતુ તે બેમાં એ ભેદ છે કે ક્ષયોપશમભાવથી અનુવિદ્ધ સંજવલન કષાય સંયમવૃદ્ધિનું કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org