________________
૨૯
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૦ ગાથાર્થ :
અને આકર્ષોના વચમાં પિતા અપ્રજ્ઞાપનીય છે, એથી ગાથા ૬૨૫માં પૂર્વપક્ષીએ આપેલ દોષ નથી જ. વળી ભાવિમાં અપ્રજ્ઞાપનીય પિતામાં સામાચિકનો પરિણામ પ્રગટવાનો સંભવ હોવાથી નિરતિશયા એવા ગુરુ વડે સામાયિકરહિત એવા અપ્રજ્ઞાપનીય પિતાનો અત્યાગ છે. ટીકાઃ
एतेषाम् आकर्षाणामन्तरे वा सामायिकाभावेऽप्रज्ञापनीय इति कृत्वा नास्त्येव दोषो यथोक्त इति, अत्यागः तस्य-सामायिकशून्यस्याऽपि तस्य वा सामायिकस्य पुनः सम्भवाद्धेतोः, केनेत्याह-निरतिशयगुरुणा, तद्गतरागभावेन योग्यत्वादिति गाथार्थः ॥६३०॥ * “સામાચિડિપિ”માં “પિ' થી દર્શાવવું છે કે નિરતિશય ગુરુ સામાયિકથી યુક્ત શેક્ષનો તો ત્યાગ ન કરે, પરંતુ સામાયિકથી શૂન્ચ શૈક્ષનો પણ ત્યાગ કરે નહિ. ટીકાર્ય :
અને આમના આકર્ષોના, અંતરમાં વચમાં, સામાયિકના અભાવમાં અપ્રજ્ઞાપનીય છે=ોક્ષ એવા પિતા અપ્રજ્ઞાપનીય છે, એથી કરીને યથોક્ત દોષ નથી જ=ગાથા ૬૨૫માં જે પ્રમાણે કહેવાયો કે પ્રથમ એવા સામાયિક ચારિત્રના અભાવમાં વ્રતસ્થાપનારૂપ બીજું ચારિત્ર અજ્ઞાનપ્રકાશક છે એ રૂપ દોષ નથી જ.
યથોક્ત દોષ કેમ નથી? એથી કહે છે –
વળી તેનો–સામાયિકશૂન્યનો પણ સામાયિક ચારિત્રથી રહિત એવા પિતાનો પણ, સંભવરૂપ હેતુથી સામાયિક ચારિત્રના સંભવરૂપ કારણથી, અત્યાગ છે.
અથવા તેના=સામાયિકના, સંભવરૂપ હેતુથી અત્યાગ છે= સામાયિક ચારિત્રથી રહિત એવા પિતાનો અત્યાગ છે.
કોના વડે અત્યાગ છે ? એથી કહે છે –
નિરતિશય એવા ગુરુ વડે અત્યાગ છે; કેમ કે તદ્ગત રાગભાવને કારણે યોગ્યત્વ છે–સામાયિકગત રાગભાવને કારણે સામાયિક ચારિત્રથી રહિત એવા પિતામાં સામાયિકનું યોગ્યપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ : | સર્વવિરતિ સામાયિક સ્વીકાર્યા પછી સાધુમાં સામાયિકના પરિણામવિષયક એક ભવમાં ઉત્કૃષ્ટથી શત પૃથક્ત આકર્ષો થઈ શકે છે, તેથી તે આકર્ષોની વચમાં સાધુ સામાયિકના અભાવને કારણે અપ્રજ્ઞાપનીય બની શકે છે, આથી ગાથા ૬૨૫માં પૂર્વપક્ષીએ કહેલ કે સાધુમાં પ્રથમ સામાયિક ચારિત્રના અભાવમાં બીજા ઉપસ્થાપના ચારિત્રનું આરોપણ અજ્ઞાનપ્રકાશક છે, એ રૂપ દોષ નથી.
આશય એ છે કે જે સાધુમાં મૂળથી જ સામાયિકનો પરિણામ નથી, તેવા અપ્રજ્ઞાપનીય સાધુમાં વ્રતોનું આરોપણ કરવું ઉચિત નથી, પરંતુ પૂર્વે સામાયિકનો પરિણામ હોવા છતાં જેઓમાં આકર્ષ દ્વારા પાછળથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org