________________
૨૩૨
વતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૦૨-૮૦૩
ગાથા :
पायपमज्जणहेउं केसरिआ इत्थ होइ नायव्वा ।
पडलसरूवपमाणाइ संपयं संपवक्खामि ॥८०२॥ અન્વયાર્થ :
સ્થ અહીં=પાત્રપ્રમાર્જનના વિષયમાં, પાયમન્નદેવું પાત્રના પ્રમાર્જનના હેતુથી રિ-કેસરિકાચરવળી નાયબ્રા દોડું=જ્ઞાતવ્ય થાય છે. સંજયંત્રહવે પત્નસરૂવપIVIકું પડલાના સ્વરૂપ, પ્રમાણાદિને સંવિશ્વામિ હું કહીશ.
ગાથાર્થ :
પાત્રપ્રમાર્જનના વિષયમાં પાત્રના પ્રમાર્જન માટે ચરવળી જાણવી. હવે પડલાનું સ્વરૂપ, પ્રમાણાદિને હું કહીશ.
ટીકા :
पात्रप्रमार्जनहेतोः, किमित्याह-केसरिका अत्र भवति ज्ञातव्या, पटलस्वरूपप्रमाणादि आदिशब्दात् प्रयोजनं साम्प्रतं प्रवक्ष्यामीति गाथार्थः ॥८०२॥ નોંધ :
ઓઘનિર્યુક્તિ ગાથા ૬૬૯ત્ની ટીકામાં અને તે સિવાય પણ ઓઘનિર્યુક્તિમાં અનેક સ્થાનોમાં પાગકેસરિકાને પાત્રમુખવસ્ત્રિકા કહેલ છે. વળી બૅ.ક.ભા.ગા. ૩૯૮૩માં પાત્રપ્રપેક્ષણિકા શબ્દપ્રયોગ કરેલ છે, તેમ જ પ્રસ્તુત ગ્રંથમાં
ટલાય સ્થાનોમાં ચરવળી' વાચક અલગ અલગ શબ્દપ્રયોગ કરેલ છે. તેથી પાત્રકેસરિકા, પાત્રપ્રતિલેખની, પાત્રપ્રત્યુપેક્ષણિકા, પાત્રમુખવસ્ત્રિકા, પાત્રમુહપોત્તી, પાત્રમુખાનંતક : એ સર્વ એકાર્યવાચી શબ્દો છે, અને તે સર્વને વર્તમાનની પરિભાષામાં “ચરવળી' કહેવાય છે.
ટીકાર્ય :
પાત્રના પ્રમાર્જનના હેતુથી, શું છે? એથી કહે છે – અહીં પાત્રપ્રમાર્જનના વિષયમાં, કેસરિકા= ચરવળી, જ્ઞાતવ્ય થાય છે. પડલાના સ્વરૂપ, પ્રમાણાદિને, આદિ શબ્દથી પ્રયોજનને, હવે હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે.
અવતરણિકા :
પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે પડલાના સ્વરૂપ, પ્રમાણ અને પ્રયોજનને હું કહીશ. તેથી હવે પડલાનું સ્વરૂપ અને ગણનાપ્રમાણ દર્શાવે છે –
ગાથા :
जेहिं सविआ ण दीसइ अंतरिओ तारिसा भवे पडला । तिण्णि व पंच व सत्त व कयलीगब्भोवमा लहुगा ॥८०३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org