________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૬
ગાથા :
અન્વયાર્થ :
असणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होई ॥८४६ ॥
અળસળમૂળો-અનશન, ઊનોદરતા, વિત્તીસંઘેવળ-વૃત્તિસંક્ષેપન, રમન્ત્રાઓ રસત્યાગ, જાયજિજ્ઞેસો=કાયક્લેશ મંત્નીળવા યઅને સંલીનતા વો=(એ) બાહ્ય તત્વો-તપ હોŞ=થાય છે.
ગાથાર્થ :
અનશન, ઊનોદરતા, વૃત્તિસંક્ષેપન, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે.
ટીકા :
=
૨૦૯
અનશનમ્-કૃત્વાવિ પમ્, નોવતા-અલ્પાહાર વિનક્ષળા, વૃત્તિપ્તક્ષેપઃ-અટનગૃહમાનાવિઃ, रसपरित्यागः=विकृतिपरिहारः, कायक्लेशः ऊर्वस्थानादिना, संलीनता च = इन्द्रियनोइन्द्रियगुप्तता, एतद्वाह्यं तपो भवति, बाह्यमिव बाह्यं सर्वलोकविदितत्वादेवेति गाथार्थः ॥८४६ ॥
ટીકાર્ય :
ઈત્વરાદિરૂપ અનશન છે, અલ્પ આહારાદિના લક્ષણવાળી ઊનોદરતા છે, અટનગૃહના માનાદિરૂપ વૃત્તિસંક્ષેપ છે, રસનો પરિત્યાગ એટલે વિકૃતિનો પરિહાર, ઊર્ધ્વસ્થાન આદિ દ્વારા કાયક્લેશ થાય છે, અને સંલીનતા એટલે ઇન્દ્રિય અને નોઇન્દ્રિયની ગુપ્તતા. આ=ઉપરમાં બતાવ્યું એ, બાહ્ય તપ થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ તપને બાહ્ય તપ કેમ કહ્યો ? તેથી કહે છે- સર્વ લોકમાં વિદિતપણું હોવાથી જ બાહ્યની જેમ બાહ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
(૧) ઇત્વરિક અને યાવત્કથિકના ભેદવાળું અનશન તપ છે. ઇત્વરિક અનશન ઉપવાસાદિરૂપ છે અને યાવથિક અનશન મૃત્યુ નજીક હોય ત્યારે કરાય છે, અને તે પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાનરૂપ ત્રણ ભેદવાળું છે.
(૨) આહાર-પાણી અલ્પ વાપરવા ઊણોદરી તપ છે.
Jain Education International
(૩) ભિક્ષાટન કરવા માટેના ઘરોનું પ્રમાણ વગેરે કરવું એ વૃત્તિસંક્ષેપ તપ છે, અર્થાત્ આજે અમુક ઘરોમાંથી જ ભિક્ષા લાવવી અધિક ઘરોમાંથી નહીં, ઇત્યાદિ સંકલ્પ કરવો. ‘‘ઝટનવૃત્તમાનવિ’’માં ‘આવિ’ પદથી દ્રવ્યનું ગ્રહણ કરવાનું છે.
(૪) વિગઈનો ત્યાગ કરવો એ રસપરિત્યાગ તપ છે.
(૫) ઊભા ઊભા કાયોત્સર્ગ કરવો, પદ્માસનાદિ મુદ્રામાં બેસવું અથવા લોચ વગેરે કષ્ટ સહન કરવાં, એ સર્વ કાયક્લેશ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org