________________
વતસ્થાપનાવસ્તકયથા પાયિતાનિ' દ્વાર/ ગાથા ૯૨૦
૩૮૫
भवति भावतो देशविरत इत्यर्थः, चारित्रोपशमक्षयाणां सर्वचारित्रोपशमश्रेणिक्षपकश्रेणीनां सागरोपमाणि सङ्ख्येयान्यन्तरं भवति, प्राक्तनरकर्मस्थितेः सङ्ख्येयेषु सागरोपमेषु क्षीणेषु भावत उत्तरोत्तरलाभो भवतीति गाथार्थः ॥९२०॥
ટીકાર્ય :
ગ્રંથિભેદ દ્વારા ભાવરૂપ સમ્યક્ત પ્રાપ્ત થયે છતે કર્મસ્થિતિના તે પ્રકારના પલ્યોપમપૃથક્વરૂપ અપગમ વડે શ્રાવક અર્થાત્ ભાવથી દેશવિરત થાય છે.
ચારિત્ર, ઉપશમ, ક્ષયના=સર્વચારિત્ર અર્થાત્ સર્વવિરતિ, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિના, સંધ્યેય સાગરોપમો અંતર થાય છે અર્થાત્ દેશવિરતિની પ્રાપ્તિ પછી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનું અંતર થાય ત્યારે જીવને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે, સર્વવિરતિની પ્રાપ્તિ પછી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનું અંતર થાય ત્યારે જીવને ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે, ઉપશમશ્રેણિને અનુકૂળ કર્મસ્થિતિથી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનું અંતર થાય ત્યારે જીવને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.
આ જ વાતને સ્પષ્ટ કરે છે –
પૂર્વ-પૂર્વની કર્મસ્થિતિના સંખેય સાગરોપમો ક્ષીણ થયે છતે ભાવથી ઉત્તર-ઉત્તરનો લાભ થાય છે અર્થાત્ સર્વવિરતિની અપેક્ષાએ પ્રાન્તન એવી દેશવિરતિની, સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જીવને દેશવિરતિની અપેક્ષાએ ઉત્તર એવી સર્વવિરતિનો લાભ થાય છે; ત્યારપછી ઉપશમશ્રેણિની અપેક્ષાએ પ્રાન્તન એવી સર્વવિરતિની, સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જીવને સર્વવિરતિની અપેક્ષાએ ઉત્તર એવી ઉપશમશ્રેણિનો લાભ થાય છે; ત્યારપછી ક્ષપકશ્રેણિની અપેક્ષાએ પ્રાન્તન એવી ઉપશમશ્રેણિની, સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જીવને ઉપશમશ્રેણિની અપેક્ષાએ ઉત્તર એવી ક્ષપકશ્રેણિનો લાભ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે..
ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે સમ્યક્તમાં અપ્રમાદ કરવાથી ક્રમસર શ્રાવકત્વાદિની પ્રાપ્તિ થાય છે અને શ્રાવકત્વાદિની પ્રાપ્તિ પછી જ મોક્ષ થાય છે. આ પ્રકારનો ક્રમ સૂત્રમાં ભાવને આશ્રયીને બતાવેલ છે. તેને જ સૂત્રના વચનથી પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
ગ્રંથિભેદ કરવાથી ભાવથી સમ્યક્ત પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયેલ સમ્યક્તમાં અપ્રમાદ કરવાથી ક્રમસર ચારિત્રમોહનીય કર્મ ઘટે છે, અને સમ્યક્ત કાળમાં વર્તતી કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથક્વ કર્મની સ્થિતિ ઘટે ત્યારે જીવ ભાવથી શ્રાવક બને છે; અને ભાવથી શ્રાવકપણાને પ્રાપ્ત કર્યા પછી અપ્રમાદને કારણે પૂર્વની કર્મની સ્થિતિ જયારે સંખ્યાતા સાગરોપમ ઘટે છે ત્યારે તે જીવ ભાવથી સર્વવિરતિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરે છે; અને ભાવથી સર્વવિરતિને પ્રાપ્ત કર્યા પછી અપ્રમાદને કારણે તે જીવની સત્તામાં રહેલ કર્મની સ્થિતિ ફરી સંખ્યાતા સાગરોપમ ક્ષીણ થાય છે, ત્યારે તે જીવને ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે; અને સર્વવિરતિ કાળમાં જે કર્મની સ્થિતિ સત્તામાં છે તેમાંથી ઉપશાશ્રેણિ માટે જેટલી કર્મની સ્થિતિ અપેક્ષિત છે તેના કરતાં સંખ્યાત સાગરોપમની કર્મસ્થિતિ અધિક ઘટે તો તે જીવને ઉપશમશ્રેણિની પ્રાપ્તિ વગર જ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org