Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 422
________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનયિતાનિ' દ્વાર/ ગાથા ૯૩૦ ૩૯૯ ગાથા : तहभव्वत्ताऽभावा पढममणुव्वट्टणादकालाओ। इत्तरगुणजोगा खलु न सव्वसाहारणं एअं ॥९३०॥ અન્વયાર્થ: તમબ્રાડવા તથાભવ્યત્વનો અભાવ હોવાથી, પઢમમyબટ્ટા પ્રથમ અનુવર્તન હોવાથી, માનામો અકાળ હોવાથી (અને) રૂાનોઈવરગુણનો યોગ હોવાથી ગંઆ=મરુદેવીનું ઉદાહરણ, સવ્વસાહાર ન સર્વસાધારણ નથી. * “ઘનુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: તથાભવ્યત્વનો અભાવ હોવાથી, પ્રથમ ઉદ્વર્તના નહીં હોવાથી, અકાળ હોવાથી અને ઈત્વગુણનો ચોગ હોવાથી મરુદેવીનું ઉદાહરણ સર્વસાધારણ નથી. ટીકા : ___तथामरुदेवीकल्पितभव्यत्वाभावात् सर्वेषां, तथा प्रथममनुद्वर्त्तनात् तद्वदेव, अकालाच्च-तथाविधकालाभावाच्च, तथेत्वरगुणयोगाद्धेतोः, अन्येषां न साधारणमेतत्-मरुदेव्युदाहरणमिति गाथार्थः ॥९३०॥ ટીકાર્યઃ | સર્વમાં=સર્વ જીવોમાં, તેવા પ્રકારના મરુદેવીમાં કલ્પના કરાયેલ ભવ્યત્વનો અભાવ હોવાથી= વનસ્પતિમાંથી ઉઠ્ઠા થઈને સીધો મોક્ષ મેળવવારૂપ મરુદેવીમાતા જેવું ભવ્યત્વ નહીં હોવાથી, અને તેની જેમ જ=મરુદેવીમાતાની જેમ જ, પ્રથમ અનુવર્તન હોવાથી=સ્થાવરપણામાંથી નીકળીને પ્રથમ મનુષ્યભવની પ્રાપ્તિરૂપ ત્રસપણાની પ્રાપ્તિ નહીં હોવાથી, અને અકાલ હોવાથી–તેવા પ્રકારના કાળનો અભાવ હોવાથી અર્થાત્ મરુદેવીમાતાને જેવા પ્રકારનો સિદ્ધિગમનનો કાળ પાકેલ હતો તેવા પ્રકારના કાળના પરિપાકનો અભાવ હોવાથી, અને ઇત્વગુણના યોગરૂપ હેતુથી પ્રથમ અભ્યાસદશામાં નીચલી ભૂમિકાના થોડા-થોડા ગુણોનો યોગ થતો હોવાથી, આમરુદેવીનું ઉદાહરણ, અન્ય જીવોને સાધારણ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મરુદેવીમાતાનું દૃષ્ટાંત સર્વસાધારણ નથી, એ જણાવવા અર્થે ગ્રંથકાર ચાર કારણો બતાવે છે, તે આ પ્રમાણે – (૧) દરેક જીવનું તથાભવ્યત્વ જુદું જુદું હોવાને કારણે દરેક જીવ પોતાના ભવ્યત્વને અનુરૂપ વિવિધ પ્રકારે પુરુષકાર કરીને મોક્ષ મેળવે છે, પરંતુ મરુદેવીમાતાની જેમ સર્વ જીવો અત્યંત સ્થાવર સિદ્ધ થતા નથી. (૨) સર્વ જીવો મરુદેવીમાતાની જેમ અત્યંત સ્થાવર એવી વનસ્પતિકાયમાંથી ઉદ્વર્તન પામીને તરત જ મનુષ્યભવ પામતા નથી, પરંતુ સર્વ જીવો પ્રાયઃ કરીને નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિમાં વારંવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426