________________
વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૩૧
૪૦૧
અન્વયાર્થ :
રૂઝ આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, વરખેવચરણ જ પર નિબ્રાપિસદિ-પરમ નિર્વાણનું પ્રસાધન છે=પ્રકૃષ્ટ મોક્ષનું કારણ છે, તિકએ રીતે રૂપ સિદ્ધ આ સિદ્ધ થયું; (તે સિદ્ધ થયેલ જ બતાવે છે.) તન્માવે ઘનુ ખરેખર તેના ભાવમાં-ચરણના પ્રાધાન્યના સદૂભાવમાં, દિયે તે પિકઅધિકૃત એવું શેષ પણ (ચારિત્ર માટે જ છે.) પક્ષોઇ યંત્રપ્રસંગથી સર્યું.
ગાથાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે ચારિત્ર જ પરમ નિર્વાણનું પ્રસાધન છે; એ રીતે આ સિદ્ધ થયું કે ખરેખર ચારિત્રની પ્રધાનતાના સદ્ભાવમાં અધિકૃત એવું શેષ પણ ચારિત્ર માટે જ છે. પ્રસંગથી સર્યું. ટીકા?
इय-एवं चरणमेव परमं प्रधानं निर्वाणप्रसाधनम्, इति एवं सिद्धमेतदिति, तद्भावे-चरणप्राधान्यभावेऽधिकृतं खलु शेषमप्येतदर्थमेव गुरुगच्छाद्यासेवनाद्यपि सिद्धं, कृतं प्रसङ्गेन-पर्याप्तमानुषङ्गिकेणेति માથાર્થ: શરૂ * “છિદસેવન "માં ‘પિ' થી એ કહેવું છે કે ભાવચારિત્ર તો મોક્ષ માટે છે જ, પરંતુ દ્રવ્યચારિત્રરૂપ ગુર-ગચ્છાદિનું આસેવનાદિ પણ મોક્ષ માટે . “
મુ છરિ''માં ‘મારિ' પદથી વસતિ, સંસર્ગ, ભક્ત વગેરે વ્રતપાલનના બીજા ૯ ઉપાયોનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થ:
આ રીતે ગાથા ૯૧૮ થી ૯૨૧માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું એ રીતે, ચરણ જ=ચારિત્ર જ, પરમ= પ્રધાન, નિર્વાણનું પ્રસાધન છે=મોક્ષનું પ્રકૃષ્ટ કારણ છે, એ રીતે આ=વફ્યુમાણ, સિદ્ધ થયું.
તે વક્ષ્યમાણ કથન સ્પષ્ટ કરે છે – ખરેખર તેના ભાવમાં–ચરણના પ્રાધાન્યના ભાવમાં ચારિત્રની પ્રધાનતાના સદ્ભાવમાં, અધિકૃત એવું શેષ પણ=ગુરુ-ગચ્છાદિનું આસેવનાદિ પણ, આના અર્થે જ= ભાવચારિત્ર માટે જ, સિદ્ધ થયું. પ્રસંગ વડે સર્યું આનુષંગિક વડે પર્યાપ્ત થયું પ્રાસંગિક કથન વડે પર્યાપ્ત થયું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૯૧૬-૧૭માં પૂર્વપક્ષીએ મોક્ષ પ્રત્યે પ્રધાન કારણરૂપે દર્શનને સ્થાપન કરેલું, તેનું ગ્રંથકારે ગાથા ૯૧૮થી ૯૨૧માં નિરાકરણ કરતાં કહ્યું કે મોક્ષ ભાવચારિત્રથી જ થાય છે, જયારે દર્શન તો ભાવચારિત્રની પ્રાપ્તિમાં કારણભૂત છે, તેથી પરંપરાએ કારણ છે. વળી પ્રાયઃ કરીને દ્રવ્યચારિત્રના સેવનથી જ ભાવચારિત્ર પ્રગટે છે, આ રીતે મોક્ષનું પ્રધાન કારણ ચારિત્ર જ સિદ્ધ થયું, અને મોક્ષનું પ્રધાન કારણ ચારિત્ર સિદ્ધ થવાથી આ સિદ્ધ થાય છે –
મોક્ષ પ્રત્યે પ્રધાન કારણ ચારિત્ર હોતે છતે અધિકૃત એવા ગુરુ-ગચ્છાદિ ૧૧ ઉપાયો ભાવચારિત્ર અર્થે જ છે એમ સિદ્ધ થયું, અને આમ સિદ્ધ થવાથી મોક્ષના અર્થીએ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં જ યત્ન કરવો જોઈએ, એમ સિદ્ધ થયું. આ રીતે ગાથા ૯૧૩થી શરૂ થયેલ પ્રાસંગિક કથન અહીં પૂરું થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org