Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 423
________________ ૪૦૦ વતસ્થાપનાવસ્તક “યથા પાનાયિતવ્યાન' દ્વાર | ગાથા ૯૩૦-૯૩૧ પરિભ્રમણ કર્યા પછી ઘણા કાળે બેઇંદ્રિયાદિ ત્રાસપણાને પામે છે, અને ત્યાં પણ ઘણો કાળ પસાર કરીને ઘણું ભટક્યા પછી મનુષ્યપણું પામે છે. (૩) મરુદેવીમાતાના સિદ્ધિગમનના કાળનો પરિપાક થયેલ હોવાથી, અત્યંત વનસ્પતિમાં હોવા છતાં ત્યાંથી ઉઠ્ઠા થઈને સીધો મનુષ્યભવ પામીને મોક્ષે ગયાં; જ્યારે અન્ય સર્વ જીવો નિગોદમાંથી નીકળ્યા પછી પૃથ્વીકાયાદિ સ્થાવરપણામાં ઘણું ભમ્યા પછી ત્રસપણે પામે છે, અને બેઇંદ્રિયાદિ ત્રસાણામાં પણ ઘણાં જન્મ-મરણ કર્યા પછી મનુષ્યભવ પ્રાપ્ત કરે છે, અને મનુષ્યભવ પણ એક-બે વાર નહીં, પરંતુ અનંતીઅનંતીવાર પ્રાપ્ત કરે છે. ત્યાં તીર્થંકરાદિ મહાપુરુષોનો યોગ પણ અનંતી વખત પામે છે અને સંયમ ગ્રહણ કરીને નવમા ગ્રેવેયકમાં પણ અનંતીવાર જીવી જાય છે, તોપણ સિદ્ધિગમનયોગ્યકાળનો અપરિપાક હોવાને કારણે જીવ સિદ્ધિ પામતો નથી; અને જે જીવનો જ્યારે સિદ્ધિગમનને અનુકૂળ કાળનો પરિપાક થાય છે, ત્યારે તે જીવ સમ્યગું ચારિત્રાચાર પાળીને, ક્રમે કરીને મોક્ષ મેળવે છે; જયારે મરુદેવીમાતાને તો પ્રથમ જ મળેલ મનુષ્યભવમાં તેવા પ્રકારના કાળનો પરિપાક થવાથી તેઓનું સિદ્ધિગમનને અનુકૂળ મહાવીર્ય ઉલ્લસિત થયું. (૪) સામાન્ય રીતે સર્વ જીવોને પ્રારંભિક કાળમાં ક્ષયોપશમભાવનો અલ્પ ગુણ પ્રગટવારૂપ ઇત્વર ગુણનો યોગ થાય છે, જયારે મરુદેવીમાતાને તો પહેલીવારમાં જ ક્ષાયિકભાવનું અપ્રતિપાતી એવું કેવલજ્ઞાન પ્રગટવારૂપ ગુરુગુણનો યોગ થયો હતો. - આ પ્રકારે અન્ય જીવોને ન હોય તેવાં ચાર વિશેષ કારણો હોવાથી મરુદેવીસ્વામિનીનું દૃષ્ટાંત અસાધારણ છે, આથી જ આશ્ચર્યભૂત છે. ૧૯૩૦ અવતરણિકા : प्रकृतयोजनामाह - અવતરણિકાર્ય : પ્રકૃતિમાં યોજનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૯૦૯થી ૯૧૨માં બતાવેલ ૧૧ (ારોના ઔદંપર્યનું ગાથા ૯૧૩થી ૯૧૫માં સમર્થન કરવા દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્રતોમાં ઉપસ્થાપિત સાધુએ ચારિત્રના ઉપાયભૂત ૧૧ દ્વારોમાં યત્ન કરવો જોઈએ, એ રૂપ પ્રકૃતિ કથન સાથે ગાથા ૯૧૬થી ૯૩૦માં કરેલ પ્રાસંગિક કથનનું યોજન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : इअ चरणमेव परमं निव्वाणपसाहणं ति सिद्धमिणं । तब्भावेऽहिगयं खलु सेसं पि कयं पसंगेणं ॥९३१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426