________________
૩૯૮
વતસ્થાપનાવક'યથા પાનયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૨૯
ટીકાર્ય :
નાનુથી પૂર્વપક્ષી શંકા કરે છે –
આ=મરુદેવીનું ચરિત્ર, અહીં-પૂર્વની બે ગાથામાં દશ અચ્છરાં બતાવ્યાં એમાં, પઠિત નથી=કહેવાયેલ નથી; કેમ કે અશ્રવણ છે=દશ અચ્છેરાના વર્ણનમાં મરુદેવીચરિત્ર સંભળાતું નથી. આ કથનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે
સત્ય છે=આ આમ છે=દશ અચ્છેરામાં મરુદેવીનું ચરિત્ર પઠિત નથી એ એમ છે; પરંતુ આ આશ્ચર્યો ઉપલક્ષણ છે. એથી અન્યના ભાવમાં પણ અવિરોધ છે=દશ આશ્ચર્યો સિવાય બીજા આશ્ચર્યોના સર્ભાવમાં પણ વિરોધ નથી; અને તે રીતે=દશ આશ્ચર્યો ઉપલક્ષણ છે તે રીતે, મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, અને એ પ્રમાણે મારા વડેકગ્રંથકાર પૂ. હરિભદ્રસૂરિ વડે, પૂર્વે કહેવાયું છે. મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે એ કથન દ્વારા શું કહેવાયેલું થાય છે? તે જ બતાવે છે –
આ પણ અનવરત નથી અનંત જ કાળથી આ થાય છે. અને ‘પતર્ ભવતિ'નું તાત્પર્ય જ યદુતથી ખોલે છે – આસંસાર વનસ્પતિમાંથી ઉદ્વર્તન પામીને નીકળીને, સિદ્ધ થાય છે, એ અનંત જ કાળે બને છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
" ગાથા ૯૨૬માં કહ્યું કે દ્રવ્યચારિત્ર વગર મરુદેવામાતાનું સિદ્ધિગમન આશ્ચર્યભૂત છે, અને ત્યાર પછી ગ્રંથકારે શાસ્ત્રમાં બતાવેલ દશ અચ્છેરાનું વર્ણન કર્યું. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે શાસ્ત્રમાં કહેવાયેલ દશ અચ્છેરાના વર્ણનમાં મરુદેવીમાતાનો પ્રસંગ સંભળાતો નથી. તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે – દશ આશ્ચર્યો ઉપલક્ષણ હોવાથી દશ આશ્ચર્યોની જેમ અન્ય પણ આશ્ચર્યો અનંત કાળે થતાં હોય તો તેને આશ્ચર્યભૂત કહેવામાં કોઈ વિરોધ નથી.
વળી, મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે મરુદેવીનો જીવ સંસારમાં અનાદિકાળથી માંડીને અત્યાર સુધી સ્થાવર એવી વનસ્પતિમાં જ હતો, અને ત્યાંથી નીકળ્યા પછી સીધા મનુષ્યભવને પામીને દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યા વગર જ સિદ્ધ થયાં. એવું સતત થતું નથી, પરંતુ અનંત કાળ પસાર થયા પછી ક્યારેક આવું આશ્ચર્ય બને છે. આથી મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે. ll૯૨
અવતરણિકા :
किं न सर्वेषामेतदित्याह - અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે મરુદેવીમાતા યાવસંસાર વનસ્પતિરૂપે રહીને ત્યાંથી નીકળીને સીધાં મનુષ્યભવ પામીને સિદ્ધ થયાં, માટે મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે. ત્યાં શંકા થાય કે આ મરુદેવીમાતા જેવું સિદ્ધિગમન, સર્વને ઘણા બધા જીવોને, કેમ થતું નથી ? એથી કરીને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org