Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 413
________________ ૩૯૦ વ્રતસ્થાપનાવસ્તુફાયથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૨૩ ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મોક્ષ ભાવચારિત્રને જ આશ્રયીને થાય છે, દ્રવ્યચારિત્રમાં ભજના છે. તેથી ગાથા ૯૧૬માં ઊઠેલ પૂર્વપક્ષી કહે કે દર્શનમાં અપ્રમાદ કરવાથી ભાવચારિત્રની પ્રાપ્તિ દ્વારા મોક્ષ થઈ શકે છે, માટે તમારી યુક્તિ પ્રમાણે દ્રવ્યચારિત્રમાં યત્ન કરવાની આવશ્યકતા રહેતી નથી, તેથી પૂર્વમાં વર્ણન કરાયેલા ૧૧ દ્વારોમાં પણ યત્ન કરવાની આવશ્યકતા નથી. માટે કલ્યાણના અર્થી સાધુએ દર્શનપક્ષમાં જ દેઢ યત્ન કરવો જોઈએ. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને સોમેશ્વરાદિને પણ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર થયું હતું, તે જણાવવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : तेसिं पि भावचरणं तहाविहं दव्वचरणपुव्वं तु । अन्नभवाविक्खाए विनेअं उत्तमत्तेणं ॥९२३॥ અન્વયાર્થ: કામM (ભાવચારિત્રનું) ઉત્તમત્વ હોવાને કારણે તેહિ પિકતેઓનું પણ સોમાદિનું પણ, તહવિહેં ભાવરVieતેવા પ્રકારનું ભાવચરણ કન્નમવાવિઠ્ઠી=અન્ય ભવની અપેક્ષાએ બ્રેવર (પુષ્ય તુ દ્રવ્ય ચરણપૂર્વક જ વિવાં-જાણવું. ગાથાર્થ : ભાવચારિત્રનું ઉત્તમત્વ હોવાને કારણે સોમાદિનું પણ તેવા પ્રકારનું ભાવચારિત્ર અન્ય ભવની અપેક્ષાએ દ્રવ્યચારિત્રપૂર્વક જ જાણવું. ટીકાઃ तेषामपि-सोमादीनां भावचरणं तथाविधं-झटित्येवान्तकृत्केवलित्वफलदं द्रव्यचरणपूर्वं तु= उपस्थापनादिद्रव्यचारित्रपूर्वमेव अन्यभवापेक्षया-जन्मान्तराङ्गीकरणेन विज्ञेयम्, उत्तमत्वेन हेतुना उत्तममिदं न यथाकथञ्चित्प्राप्यत इति गाथार्थः ॥९२३॥ * “સેવાના''માં ગણિ'થી એ સમુચ્ચય કરવો છે કે ગૌતમાદિ મહામુનિઓને તો ભાવચારિત્ર દ્રવ્યચારિત્રપૂર્વક હતું જ, પરંતુ તેઓને પણ સોમાદિ મહામુનિઓને પણ, ભાવચારિત્ર પૂર્વભવની અપેક્ષાએ દ્રવ્યચારિત્રપૂર્વક જ હતું. * “સ્થાપનાદ્દિવ્યરાત્રિપૂર્વ'માં ‘વિ' પદથી પરિહારવિશુદ્ધિરૂપ દ્રવ્યચારિત્રનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ચ: તેઓનું પણ=સોમાદિનું પણ, તેવા પ્રકારનું જલદી જ અંતકૃત્ કેવલીપણારૂપ ફળને દેનારું, ભાવચરણ અન્ય ભવની અપેક્ષાથી=જન્માંતરના અંગીકરણથી, દ્રવ્યચરણના પૂર્વવાળું જsઉપસ્થાપનાદિરૂપદ્રવ્યચારિત્રના પૂર્વવાળું જ, જાણવું અહીં શંકા થાય કે સોમાદિને પણ પૂર્વભવની અપેક્ષાએ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર હતું, એ કઈ રીતે નક્કી થાય ? એથી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426