________________
૩૮૮
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૯૨૨
ભાવાર્થ :
ગાથા ૯૧૩માં કહેલ કે મોક્ષનું સાધન ચારિત્ર જ છે માટે ઉત્તમ છે, એ રૂપ પ્રકૃતમાં ગાથા ૯૧૮ની યોજનાને કહે છે અર્થાત્ ગાથા ૯૧૬-૯૧૭માં પૂર્વપક્ષીએ દર્શનના પ્રાધાન્યમાં યુક્તિ આપતાં કહેલ કે ચારિત્રરહિત જીવો સિદ્ધ થાય છે, પરંતુ દર્શનરહિત જીવો સિદ્ધ થતા નથી, એવું આગમનું વચન હોવાથી મોક્ષનું કારણ ચારિત્ર જ છે તેમ કહી શકાય નહિ. તેના ઉત્તરરૂપે ગ્રંથકારે ગાથા ૯૧૮થી ૯૨૧માં સ્થાપન કર્યું કે “દીનારથી સંપત્તિ થાય છે, એવા ઉપચરિત વ્યવહારની જેમ “દર્શનથી મોક્ષ થાય છે એવું આગમમાં કથન છે. વસ્તુતઃ દીનારની પ્રાપ્તિ પછી જેમ દીનારની વૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપત્તિની ઉત્પત્તિ થાય છે, તેમ દર્શનની પ્રાપ્તિ પછી દર્શનમાં અપ્રમાદ કરવાથી ચારિત્રની પ્રાપ્તિ થવાને કારણે મોક્ષ થાય છે, આ પ્રકારના ગાથા ૯૧૮થી ૯૨૧માં કરેલ કથનનું ગાથા ૯૧૩ના કથનરૂપ પ્રકૃતિમાં યોજના કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
नेवं चरणाभावे मोक्खो त्ति पडुच्च भावचरणं तु ।
दव्वचरणम्मि भयणा सोमाईणं अभावाओ ॥९२२॥ અન્વયાર્થ:
પર્વ આ રીતે=ગાથા ૯૧૮થી ૯૨૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, ઘરમાવે ચરણનો અભાવ હોતે છતે મોવો ન મોક્ષ થતો નથી, ઉત્ત-એ (કથન) પાવર તુ ભાવચરણને જ પડુત્રે આશ્રયીને છે, સોમાઇ સોમાદિને (દ્રવ્યચરણનો) અમાવાનો અભાવ હોવાથી બંદર Hિ=દ્રવ્યચરણમાં મયTT= ભજના છે.
ગાથાર્થ :
ગાથા ૯૧૮થી ૯૨૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે ચારિત્રનો અભાવ હોતે છતે મોક્ષ થતો નથી, એ કથન ભાવચારિત્રને જ આશ્રયીને છે, સોમાદિને દ્રવ્યચારિત્રનો અભાવ હોવાથી દ્રવ્યચારિત્રમાં ભજના છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ વખતે દ્રવ્યચારિત્ર હોય પણ અને ન પણ હોય, એ પ્રકારે વિકલ્પ છે. ટીકા :
न एवम् उक्तेन प्रकारेण चरणाभावे सति मोक्ष इति प्रतीत्य भावचरणमेव यथोदितं, द्रव्यचरणे पुनः प्रव्रज्याप्रतिपत्त्यादिलक्षणे भजना-कदाचिद् भवति कदाचिन्न, कथमित्याह-सोमादीनामन्तकृत्केवलिनामभावात्, सोमेश्वरकथानकं प्रकटमिति गाथार्थः ॥९२२॥ * “પ્રજાપ્રતિપારિ"માં ‘મારિ' પદથી પ્રવ્રજ્યાપાલનનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
આ પ્રકારે=કહેવાયેલ પ્રકારથી=સમ્યગ્દર્શનમાં અપ્રમાદ કરવાથી શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષ થાય છે એ રૂપ કહેવાયેલ પ્રકારથી, ચરણનો અભાવ હોતે છતે મોક્ષ થતો નથી, એ યથોદિત એવા ભાવચરણને જ=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રકારના ભાવચારિત્રને જ, આશ્રયીને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org