________________
વતસ્થાપનાવસ્તુફT'યથા પાનાથતવ્યાન' દ્વાર/ ગાથા ૨૧-૯૨૨
૩૮૯
ભાવાર્થ :
પૂર્વમાં આયુષ્ય બાંધ્યું ન હોય એવા જીવને પ્રાપ્ત થયેલ સમ્યક્તનો પાત ન થાય તો તે જીવ દેવગતિ કે મનુષ્યગતિમાં જ જન્મ લે છે, તે સિવાય બીજી ગતિમાં નહીં; અને તે જીવ દેવભવ કે મનુષ્યભવમાં જન્મ લઈને, સમ્યક્ત ટકાવીને, સમ્યક્તમાં વર્તતી તત્ત્વચિના બળથી કર્મનું વિગમન કરીને, ક્રમસર સમ્યક્તાદિ સર્વ ભાવોને પ્રાપ્ત કરે છે અર્થાત્ જીવ ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ વખતે વર્તતી કર્મસ્થિતિમાંથી પલ્યોપમપૃથર્વ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે ભાવથી દેશવિરતિ પ્રાપ્ત કરે છે; અને દેશવિરતિની આરાધના કરવા દ્વારા જીવ સત્તામાં રહેલ કર્મસ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે કોઈક ભવમાં ભાવથી સર્વવિરતિ પ્રાપ્ત કરે છે; અને સર્વવિરતિની આરાધના દ્વારા જીવ ફરી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે; અને ઉપશમશ્રેણિ પામ્યા પછી તે જીવ તે જ ભાવમાં ક્ષપકશ્રેણિ પામી શકતો નથી, પરંતુ ફરી દેવભવમાં જઈને ફરી મનુષ્યભવ પામીને ઉપશ્રમશ્રેણિકાળમાં વર્તતી કર્મસ્થિતિ કરતાં પણ સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે; અને ત્યારબાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તે જ ભવમાં સિદ્ધિને પામે છે.
તેથી ફલિત થયું કે સમ્યક્ત પામ્યા પછી જીવ સમ્યક્ત ટકાવી શકે તો દેવગતિ કે મનુષ્યગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ; એ સર્વ પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય છે.
વળી, કેટલાક જીવો એક જ ભવમાં સમ્યક્ત પામ્યા પછી ધર્મની આરાધના કરવા દ્વારા સમ્યક્તના પ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં પલ્યોપમપૃથક્વ કર્મસ્થિતિ ઓછી કરીને દેશવિરતિ પ્રાપ્ત કરે છે, અને શ્રાવકધર્મની આરાધના કરવા દ્વારા શ્રાવકત્વના પ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડીને સર્વવિરતિ પ્રાપ્ત કરે છે, અને ચારિત્રધર્મની આરાધનાના બળથી સર્વવિરતિપ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય કરીને જો જીવ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે તો તે જ ભવમાં મોક્ષે ન જાય, પરંતુ અન્ય કોઈ ભવમાં ઉપશમશ્રેણિપ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમની કર્મસ્થિતિ ખપાવીને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ કરીને તે જીવ મોક્ષે જાય; વળી જો તે જીવ ચારિત્રધર્મની આરાધના કરવા દ્વારા સર્વવિરતિપ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો અપગમ થવાથી જે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે, તેના કરતાં અધિક એવા સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો અપગમ કરે, તો તે જ ભવમાં તે જીવ ઉપશમશ્રેણિને બદલે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે.
તેથી ફલિત થયું કે કેટલાક જીવો એક જ ભવમાં સમ્યક્તાદિ સર્વને પ્રાપ્ત કરીને ઉપશમશ્રેણિ પામ્યા સિવાય સીધા ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. I૯૨૧ અવતરણિકા :
प्रकृतयोजनामाह - અવતરણિકાળું:
પ્રકૃતિમાં યોજનાને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org