________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાયવ્યાન' દ્વાર | ગાથા ૯૨૬
૩૯૫
ગાથાર્થ :
મરદેવીમાતા દ્રવ્યચારિત્ર વગર જ તેવા પ્રકારના ચરમશરીરત્વને પામ્યાં, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન સત્ય છે, પરંતુ સૂત્રમાં મરુદેવીમાતાનું ચરિત્ર આશ્ચર્યભૂત કહેવાયું છે. અન્ય પણ આવા આશ્ચર્યરૂપ ભાવો પ્રવચનમાં પૂર્વસૂરિઓ વડે કહેવાયા છે. ટીકા?
सत्यमिदम् एवमेतत्, आश्चर्यभूतं पुन: नौघविषयमेव भाषितमिदं सूत्रे मरुदेवीचरितं, तथा च अन्येऽप्येवमादयो भावाः आश्चर्यरूपा एव भणिता इह-प्रवचने पूर्वसूरिभिः पूर्वाचार्यैरिति गाथार्थः ॥९२६॥ ટીકાર્ય :
સત્યંત પુર્વ આ સત્ય છે=આ આમ છે, અર્થાત્ દ્રવ્યચારિત્ર વગર જ મરુદેવીમાતા અંતકૃતકેવલીત્વના ફળને આપનારું ચરમશરીરીપણું પામ્યા, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન એમ જ છે.
સૂત્રે પુનઃ રૂદંમરેવીરિત કાર્યભૂત માષિત, ગોધવિષયમેવ જ પરંતુ સૂત્રમાં શાસ્ત્રમાં, આ= મરુદેવીનું ચરિત્ર, આશ્ચર્યભૂત કહેવાયું છે; ઓઘ વિષયવાળું જ નહીં=સામાન્ય વિષયવાળું જ કહેવાયું નથી.
મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, એ કઈ રીતે નક્કી થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
तथा च अन्येऽपि एवमादयः भावाः इह-प्रवचने पूर्वसूरिभिः पूर्वाचार्यैः आश्चर्यरूपा एव भणिताः અને તે રીતે જે રીતે મરુદેવીનું ચરિત આશ્ચર્યભૂત છે તે રીતે અન્ય પણ આવા પ્રકારની આદિવાળા ભાવો અહીં=પ્રવચનમાં આગમમાં, પૂર્વના સૂરિઓ વડે પૂર્વના આચાર્યો વડે, આશ્ચર્યરૂપ જ કહેવાયા છે, રૂતિ
થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
પૂર્વપક્ષીએ કહ્યું કે મરુદેવીમાતા દ્રવ્યચારિત્ર વગર સિદ્ધ થયાં, માટે મોક્ષનું કારણ દ્રવ્યચારિત્ર જ છે એવો નિયમ નથી. તેને ઉત્તર આપવા માટે ગ્રંથકાર કહે છે –
તારું કથન સત્ય છે, અર્થાત મરુદેવીમાતાના વિષયમાં જે પૂર્વપક્ષીએ કહ્યું તે એમ જ છે; છતાં મરુદેવીમાતા અત્યંત સ્થાવર સિદ્ધ થયાં છે, એ પ્રકારનું મરુદેવીનું ચરિત્ર શાસ્ત્રમાં આશ્ચર્યભૂત કહેવાયું છે; કેમ કે સામાન્ય રીતે જીવો મરુદેવીમાતાની જેમ અત્યંત સ્થાવર સિદ્ધ થાય છે, એમ શાસ્ત્રમાં કહેવાયું નથી. મોટા ભાગે જીવો ઘણા ભવો સુધી ચારિત્રાચારનો અભ્યાસ કરી કરીને અંતકૃત્યેવલીપણાને દેનારો એવો ચરમ ભવ પામે છે; તોપણ અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થાય ત્યારે કોઈક જીવ દ્રવ્યચારિત્ર વગર પણ અંતકૃત્યેવલીત્વ પામીને મોક્ષે જાય છે. આથી મરુદેવીમાતાના સિદ્ધિગમનને અચ્છેરારૂપ કહેલ છે.
વળી, મરુદેવીમાતાના ચરિત્ર જેવાં જ અન્ય આશ્ચર્યો પૂર્વાચાર્યોએ પ્રવચનમાં કહેલાં છે. માટે આશ્ચર્યભૂત દૃષ્ટાંત ગ્રહણ કરીને એવો નિયમ ન બંધાય કે દ્રવ્યચારિત્ર વગર જ મોક્ષ થઈ શકે છે; પરંતુ સામાન્ય નિયમને આશ્રયીને કહેવું પડે કે ઘણા ભવો સુધી ચારિત્રાચારનું પાલન કરીને જ પ્રાયઃ કરીને જીવો તેવું ચરમશરીરત્વ પામે છે. આથી મોક્ષના અર્થીએ ઉત્તમ એવા ભાવચારિત્રની નિષ્પત્તિ અર્થે ભાવચારિત્રના ઉપાયભૂત એવા દ્રવ્યચારિત્રમાં ઉદ્યમ કરવો જોઈએ. તેથી ગાથા ૯૧૩માં બતાવેલ ઐદંપર્યનું અવધારણ કરીને સાધુએ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં જ યત્ન કરવો ઉચિત છે. ll૯૨૬l
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org