________________
૩૨
વતસ્થાપનાવસ્તક 'યથા પાયથાનિ' દ્વાર/ ગાથા ૨૪
અંતકૃત્યેવલીપણાનું ફળ આપે તે પ્રકારનું, ચરમસરીરતં ચરમશરીરપણું પવિMફૂપમાય છે; =જે કારણથી મોહો મUTછુમંતો-મોહ અનાદિમાન છે, ઉત્ત-એથી વ્યિનો દુર્વિજય છે.
ગાથાર્થ :
નિયમથી અનેક ભવસંબંધી કુશલના યોગથી અંતકૃત્યેવલીપણાના ફળને દેનારું એવું ચરમશરીરપણું પ્રાપ્ત થાય છે; જે કારણથી મોહ અનાદિમાન છે, એથી દુર્વિજય છે. ટીકા :
तथा अन्तकृत्केवलिफलदं चरमशरीरत्वमनेकभवकुशलयोगतः अनेकजन्मधर्माभ्यासेन नियमात्नियमेन प्राप्यते, किमित्येवमित्याह-यद्-यस्मात् मोहः असत्प्रवृत्तिहेतुः अनादिमानिति कृत्वाऽभ्यासतः सात्मीभूतत्वाद् दुर्विजयः, नाल्पैरेव भवैर्जेतुं शक्यत इति गाथार्थः ॥९२४॥ ટીકાઈ:
નિયમથી–નિયમ વડે, અનેક ભવસંબંધી કુશલના યોગથીઅનેક જન્મસંબંધી ધર્મના અભ્યાસથી, તે પ્રકારનું અંતકૃત્યેવલીના ફળને દેનારું, ચરમશરીરપણું પમાય છે.
આ પ્રમાણે કયા કારણથી છે? અર્થાત્ તે પ્રકારનું ચરમશરીરપણું અનેક ભવના કુશલના યોગથી પમાય છે એ પ્રમાણે કેમ છે? એથી કહે છે –
જે કારણથી અસહ્મવૃત્તિનો હેતુ એવો મોહ અનાદિમાન છે, એથી કરીને અભ્યાસથી મોહનું સાત્મીભૂતપણું હોવાથી દુર્વિજય છે=મોહ દુઃખે કરીને જીતી શકાય તેવો છે. આથી મોહ અલ્પ જ ભવો વડે જીતવા માટે શક્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે કારણથી અસ–વૃત્તિનું કારણ એવો મોહ જીવમાં અનાદિકાળથી વર્તે છે, તે કારણથી દરેક ભવમાં મોહનો અભ્યાસ થયેલો હોવાથી મોહ જીવ સાથે આત્મીભૂત થયેલ છે અર્થાત્ મોહ જીવ સાથે એકમેક થઈ ગયો છે, માટે મોહ જીતવો અતિ દુષ્કર છે. તેથી મોહ થોડા ભવોમાં જીતી શકાય તેમ નથી, પરંતુ મોહ જીતવા માટે અનેક ભવો સુધી વિધિપૂર્વક દ્રવ્યચારિત્રનો અભ્યાસ કરવો પડે તેમ છે.
વળી અનેક ભવો સુધી વિધિપૂર્વક દ્રવ્યચારિત્રમાં અભ્યાસ કરતા કેટલાક જીવો એવું ચરમશરીરપણું પ્રાપ્ત કરે છે કે જે ચરમશરીરપણું દ્રવ્યચારિત્ર વગર પણ કોઈક નિમિત્તને પામીને, તે જીવોમાં ભાવચારિત્ર પ્રગટાવીને, અંતકૃત્યેવલીત્વરૂપ ફળ આપે છે અર્થાત્ તે ચરમશરીરી જીવો કેવલજ્ઞાન પામીને તરત જ ભવનો અંત કરાવે તેવો યોગનિરોધ કરીને મોક્ષને પામે છે; અને સોમાદિ મહાત્માઓએ પણ દ્રવ્યચારિત્ર વગર અંતકૃત્યેવલીત્વ અપાવનાર ચરમશરીરત્વ પ્રાપ્ત કર્યું હતું, તેમાં ઘણા ભવો સુધી પાળેલ વિધિપૂર્વક દ્રવ્યચારિત્ર જ કારણ છે. આથી મોક્ષના અભિલાષી જીવે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ઉત્તમ ચારિત્રના ઉપાયભૂત એવાં ૧૧ તારોમાં યત્ન કરવો જોઈએ. I૯૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org