________________
૩૮૬
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર | ગાથા ૯૨૦-૯૨૧
આ પ્રકારના ક્રમભવનને કહેનારા શાસ્ત્રવચનથી નક્કી થાય કે સમ્યગદર્શન પામ્યા પછી તરત મોક્ષ થતો નથી, પરંતુ ભગવાનના શાસનની ભાવથી રુચિ થયા પછી જિનવચનાનુસાર અપ્રમાદભાવ કરવાથી ભાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય તો જ મોક્ષ થાય છે. માટે નિર્વાણનું સાધન એવું ચારિત્ર જ ઉત્તમ છે, એ પ્રકારનું ગાથા ૯૧૩નું કથન સિદ્ધ થાય છે. આથી ઉત્તમ એવા ચારિત્રને પામ્યા પછી ચારિત્રના ઉપાયભૂત વ્રતપાલનનાં ૧૧ દ્વારોમાં સાધુએ અવશ્ય યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે, II૯૨oll
અવતરણિકા :
ગાથા ૯૧૯માં કહ્યું કે સમ્યક્તમાં અપ્રમાદ કરવાથી શુદ્ધિ થવાને કારણે જીવને શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ થાય છે. હવે તે સર્વ સંપ્રાપ્તિ સમ્યક્તમાં અપ્રમાદ કરનાર જીવને એક ભવને આશ્રયીને થાય કે અનેક ભવને આશ્રયીને થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
एवं अप्परिवडिए सम्मत्ते देवमणुअजम्मेसुं ।
अन्नयरसेढिवज्जं एगभवेणं व सव्वाइं ॥९२१॥ અન્વયાર્થ: ' હેવમg૩મનમેણું દેવ-મનુજના જન્મોમાં સંસરતા જીવનું) ગરિ સમજે અપ્રતિપતિત સમ્યક્ત થયે છતે વંઆ રીતે સલ્વાડું સર્વ થાય છે. પ્રવેvi d=અથવા એક ભવ વડે રવિન્ન અન્યતર શ્રેણિને છોડીને (સમ્યક્તાદિ સર્વ) થાય છે. ગાથાર્થ :
દેવ અને મનુષ્યના જન્મોમાં સંસરતા જીવનું અપ્રતિપતિત સમ્યકત્વ થયે છતે આ રીતે સમ્યત્વાદિ સર્વ થાય છે, અથવા અન્યતર શ્રેણિને છોડીને એક ભવ વડે સખ્યત્ત્વાદિ સર્વ થાય છે. ટીકા? ___ एवमप्रतिपतिते सम्यक्त्वे सति देवमनुजजन्मसु संसरतो भवति, अन्यतरश्रेणिवर्जम् एकजन्मनि तदुभयाभावाद् एकभवेन वा कर्मविगमापेक्षया तथैव सर्वाणि-सम्यक्त्वादीनीति गाथार्थः ॥९२१॥ ટીકાર્ય :
દેવ અને મનુષ્યના જન્મોમાં સંસરતાનું=સંસરણ કરતા એવા જીવનું, અપ્રતિપતિત સમ્યક્ત થયે છતે, આ રીતે થાય છે–પૂર્વગાથામાં કહ્યું કે તે તે કર્મસ્થિતિના અપગમથી ક્રમસર શ્રાવકત્વાદિ સર્વની સંપ્રાપ્તિ થાય છે એ રીતે સમ્યક્તાદિ સર્વ થાય છે.
અથવા એક જન્મમાં તે ઉભયનો=ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ તે બંનેનો, અભાવ હોવાથી અન્યતર શ્રેણિવર્જ=બેમાંથી એક શ્રેણિને છોડીને, કર્મના વિગમની અપેક્ષાથી એક ભવ વડે તે રીતે જ જે રીતે દેવ અને મનુષ્યના જન્મોમાં સંસરતા જીવનું અપ્રતિપતિત સમ્યક્ત થયે છતે સમ્યક્તાદિ સર્વ થાય છે તે રીતે જ, સમ્યક્તાદિ સર્વ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org