Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 407
________________ ૩૮૪ વ્રતાપનાવસ્તુકાથા પત્નિયિતાનિ' દ્વાર/ ગાથા ૯૧૯-૯૨૦ જ ઉત્તમ છે, જયારે દર્શન મોક્ષ પ્રત્યે પરંપરાએ કારણ હોવાથી ‘દર્શનથી મોક્ષ થાય છે' એમ શાસ્ત્રમાં ઉપચારથી કહેલ છે. વિશેષાર્થ : ભગવાનનું વચન પૂર્ણરૂપે રુચવું તે સમ્યગ્દર્શન છે, અને જિનવચનમાં પોતાને થયેલ રુચિ અતિશયિત કરવા માટે અને પોતાને થયેલ રુચિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા પોતાના આત્મામાં જિનવચન સમ્યષ્પરિણમન પમાડવા માટે યત્ન કરવો તે સમ્યગ્દર્શનમાં અપ્રમાદ છે. આથી સમ્યગ્દષ્ટિ જીવ જિનવચનને સમ્યગું પરિણામ પમાડવા માટે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરતો હોય તો તે ઉદ્યમ દ્વારા તેના આત્મામાં શ્રાવકત્વાદિ ભાવો પ્રગટે છે અને અંતે તે જીવ મોક્ષ પામે છે. પરંતુ જેમ દીનારની પ્રાપ્તિ પછી દીનારવૃદ્ધિમાં ઉદ્યમ નહીં કરનારને એક દીનારમાત્રથી વિશિષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થતી નથી, તેમ સમ્યગદર્શન પામ્યા પછી જિનવચનને આત્મામાં પરિણમન પમાડવા માટે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ નહીં કરનારને ક્રમસર શ્રાવકત્વાદિ ભાવોની પ્રાપ્તિ થતી નથી, અને સમ્યગદર્શનમાત્રથી તે જીવનો મોક્ષ પણ થતો નથી. ૧૯ અવતરણિકા : તિવાદ – અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભાવને આશ્રયીને શ્રાવકત્વાદિનું ક્રમભવન સૂત્રમાં કહેવાયું છે. તેથી હવે આને જ=શ્રાવકતાદિના ક્રમભવનને જ, પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : सम्मत्तंमि उ लद्धे पलिअपुहुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा होंति ॥९२०॥ અન્વયાર્થ : સમત્તેમિ ૩ નઢે વળી સમ્યક્ત પ્રાપ્ત થયે છતે પત્નિ પુદુત્તા પલ્યોપમપૃથક્ત વડે=પલ્યોપમપૃથક્વ કર્મસ્થિતિના અપગમ વડે, સવિશ્રાવક હોન્ન થાય છે. ઘરોવરમgયા ચરણ, ઉપશમ, ક્ષયના ચારિત્રના, ઉપશમશ્રેણિના અને ક્ષપકશ્રેણિના, સાર સંવંતર-સંખેય સાગરોપમો અંતર તિ થાય છે. ગાથાર્થ : વળી સંખ્યત્વ પ્રાપ્ત થયે છતે પલ્યોપમપૃથક્વ કર્મસ્થિતિના અપગમ વડે શ્રાવક થાય છે. ચારિત્ર, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિના સંખ્યય સાગરોપમો અંતર થાય છે. ટીકા? सम्यक्त्वे लब्धे ग्रन्थिभेदेन भावरूपे पल्योपमपृथक्त्वेन तथाविधेन कर्मस्थितेरपगमेन श्रावको Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426