________________
૩૮૨
વ્રતસ્થાપનાવતુકા‘યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૧૮-૯૧૯
ભાવાર્થ :
કોઈ પુરુષને દીનાર પ્રાપ્ત થાય અને તે દીનાર દ્વારા વેપારાદિ કરીને તે પુરુષ ઘણી સમૃદ્ધિવાળો થાય, ત્યારે લોકમાં આ પ્રકારનો પ્રયોગ થાય છે કે “આ પુરુષને દીનારથી સંપત્તિ થઈ.” છતાં એક દીનારની પ્રાપ્તિથી તે પુરુષ સંપત્તિવાન કહેવાતો નથી, પરંતુ દીનારની પ્રાપ્તિથી જયારે તે ઉત્તરોત્તર અધિક ધન પામે છે, ત્યારે તે સંપત્તિવાન કહેવાય છે. આથી વિશિષ્ટ સંપત્તિની ઉત્પત્તિ થવામાં દીનાર પરંપરકારણ છે, અનંતરકારણ નથી.
એ જ રીતે કોઈ જીવ સમ્યગ્દર્શન દ્વારા ઉત્તરોત્તર ભાવથી સંયમનાં સ્થાન પામીને સિદ્ધિ પામે, ત્યારે વ્યવહારમાં કહેવાય છે કે “આ જીવ સમ્યગ્દર્શનથી મોક્ષ પામ્યો.” આથી “સમ્યગ્દર્શન દ્વારા મોક્ષ મળે છે,” એ પ્રકારનો ઔપચારિક વ્યવહાર થાય, પરંતુ એટલા માત્રથી મોક્ષ પ્રત્યે સમ્યગ્દર્શન જ કારણ છે; ચારિત્ર નહીં, એમ કહેવાય નહિ.
વળી, “ચારિત્રરહિત જીવો સિદ્ધ થાય છે, પરંતુ દર્શનરહિત જીવો સિદ્ધ થતા નથી,' એ કથન બાહ્ય આચરણારૂપ ચારિત્ર ગ્રહણ કરીને દર્શનનયની દૃષ્ટિથી છે; અને જે જીવો સમ્યગ્દર્શનથી સિદ્ધ થાય છે, તેઓ પણ દર્શન દ્વારા ભાવચારિત્ર પ્રાપ્ત કરીને જ સિદ્ધ થાય છે, કેવલ દર્શનમાત્રથી કોઈ જીવ મોક્ષ પામતો નથી. વળી ભાવચારિત્રનું કારણ જેમ દર્શન છે, તેમ ભાવચારિત્રનો અનન્ય ઉપાય ચારિત્રની બાહ્ય આચરણા પણ છે. માટે દર્શન કરતાં ચારિત્ર જ ઉત્તમ છે. તેથી તેના ઉપાયભૂત ૧૧ દ્વારોમાં સાધુએ ઉદ્યમ કરવો જોઈએ જેથી મોક્ષની પ્રાપ્તિ થાય, એ પ્રકારનું તાત્પર્ય છે. ll૯૧૮ અવતરણિકા:
दार्टान्तिकयोजनामाह - અવતરણિકા:
પૂર્વગાથામાં ગ્રંથકારે દીનારના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે સમ્યગ્દર્શન એ મોક્ષનો સાક્ષાત્ હેતુ નથી, પરંતુ પરંપરાએ હેતુ છે. હવે દાન્તિક એવા સમ્યગ્દર્શનમાં તે દાંતની યોજનાને કહે છે –
ગાથા :
इअ दंसणऽप्पमाया सुद्धीओ सावगाइसंपत्ती ।
न उ दंसणमित्ताओ मोक्खो त्ति जओ सुए भणियं ॥९१९॥ અન્વયાર્થ:
રૂ-આ રીતે=જે રીતે દીનારવૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપદાની સંપ્રાપ્તિ થાય છે એ રીતે, વંસTSણમયકદર્શનમાં અપ્રમાદ કરવાથી શુદ્ધી શુદ્ધિ થવાને કારણે સવાસંપત્ત શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ થાય છે, સંસામિત્તા પરંતુ દર્શન માત્રથી મોડ્ડો ન=મોક્ષ થતો નથી; નો જે કારણથી સુ-સૂત્રમાં મયં કહેવાયું છે. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org