Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 406
________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર/ ગાથા ૧૯ ૩૮૩ ગાથાર્થ : જે રીતે દીનારવૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, એ રીતે દર્શનમાં અપ્રમાદ કરવાથી શુદ્ધિ થવાને કારણે શ્રાવકત્વાદિની પ્રાપ્તિ થાય છે, પરંતુ દર્શન માત્રથી મોક્ષ થતો નથી; જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે. ટીકાઃ इयएवं दर्शनाप्रमादात् सकाशात् शुद्धेः-चारित्रमोहमलविगमेन श्रावकत्वादिसम्प्राप्तिर्भवति भावत: श्रेण्यवसाना, न तु दर्शनमात्रात् केवलादेव मोक्ष इति, यतो-यस्मात् सूत्रे भणितं भावमङ्गीकृत्य क्रमभवनममीषामिति गाथार्थः ॥९१९॥ ટીકાર્ય : આ રીતે=જે રીતે દીનારવૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપત્તિની સંપ્રાપ્તિ થાય છે એ રીતે, દર્શનમાં અપ્રમાદ કરવાથી શુદ્ધિ થવાને કારણે=ચારિત્રમોહરૂપી મળનો વિગમ થવાને કારણે, શ્રેણિના અવસાનવાળી ભાવથી શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ થાય છે, પરંતુ કેવલ જ દર્શનમાત્રથી મોક્ષ થતો નથી; જે કારણથી ભાવને આશ્રયીને આમનું=શ્રાવકત્વાદિનું, ક્રમથી ભવન સૂત્રમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનના શાસન પ્રત્યે સ્થિર રુચિ થવી, તે સમ્યગદર્શન છે; અને જે જીવ ભગવાનના શાસનને વિશેષ-વિશેષ રીતે સમજવા માટે અને જિનવચનને આત્મામાં પરિણમન પમાડવા માટે યત્ન કરતો હોય, તેને પ્રાપ્ત થયેલ દર્શનમાં અપ્રમાદની વૃદ્ધિ થાય છે, અને અપ્રમાદની વૃદ્ધિ થવાને કારણે ચારિત્રમોહનીયકર્મરૂપી મેલ દૂર થવાથી તે જીવના આત્મામાં શુદ્ધિ પ્રગટે છે, અને આત્મામાં શુદ્ધિ પ્રગટવાને કારણે તે જીવને પરિણામને આશ્રયીને શ્રાવકત્વ, સર્વવિરતિ આદિ ભાવોની સંપ્રાપ્તિ થાય છે અને અંતે શ્રેણીની પણ સંપ્રાપ્તિ થાય છે. આ પ્રકારની સર્વ સંપ્રાપ્તિ ક્વચિત્ દેશવિરતિ-સર્વવિરતિ આદિ વ્રતો ગ્રહણ કરવા આદિ ક્રિયારૂપ હોય છે, તો ક્વચિત દેશવિરતિ, સર્વવિરતિ ગ્રહણ કરવા આદિ ક્રિયારૂપ હોતી નથી; તોપણ દર્શનમાં અપ્રમાદ કરવાથી જીવને ભાવથી દેશવિરતિ આદિ ભાવોની ક્રમસર પ્રાપ્તિ થાય છે, પરંતુ માત્ર સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જ મોક્ષ થતો નથી; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યક્ત પ્રાપ્ત થયા પછી ક્રમસર શ્રાવકત્વાદિ સર્વ ધર્મોની ભાવથી પ્રાપ્તિ થાય છે. આનાથી એ ફલિત થયું કે દીનારની પ્રાપ્તિ થયા પછી દીનારની વૃદ્ધિ માટે યત્ન કરવાથી જેમ વિશિષ્ટ સંપત્તિની સંપ્રાપ્તિ થાય છે, તેમ સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી સમ્યગદર્શનમાં અપ્રમાદ કરવાથી ક્રમસર શ્રાવકપણાની, સાધુપણાની અને અંતે ક્ષપકશ્રેણિની, તેમ જ ક્ષપકશ્રેણિથી કેવલજ્ઞાનની સંપ્રાપ્તિ થાય છે. માટે મોક્ષ પ્રત્યે સાક્ષાત્કારણ ચારિત્ર છે, અને સમ્યગ્દર્શન મોક્ષ પ્રત્યે પરંપરાએ કારણ છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે સમ્યગ્દર્શન પામ્યા પછી ક્રમસર ભાવને આશ્રયીને શ્રાવકત્વાદિ સર્વ ભૂમિકાઓની જીવને પ્રાપ્તિ થાય છે, પરંતુ માત્ર દર્શનથી જ મોક્ષ થતો નથી. આથી મોક્ષ પ્રત્યે ચારિત્ર સાક્ષાત્ કારણ હોવાથી ચારિત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426