________________
૩૮૯
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાત્નયિતવ્યનિ' દ્વાર / ગાથા ૯૨૨-૯૨૩
વળી પ્રવજ્યાની પ્રતિપત્તિ આદિ સ્વરૂપ દ્રવ્યચરણમાં ભજના છે=ક્યારેક હોય છે ક્યારેક નહીં, અર્થાત્ મોક્ષપ્રાપ્તિ વખતે ક્યારેક દ્રવ્યચારિત્ર હોય અને ક્યારેક દ્રવ્યચારિત્ર ન હોય. કેમ? અર્થાત્ દ્રવ્યચરણમાં ભજના કેમ છે? એથી કહે છે – અન્નકૃતુ કેવલી એવા સોમાદિને અભાવ હોવાથી મોક્ષપ્રાપ્તિ વખતે દ્રવ્યચરણનો અભાવ હોવાથી, દ્રવ્યચરણમાં ભજના છે. સોમેશ્વરનું કથાનક પ્રગટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ગાથા ૯૧૯માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દર્શનમાં અપ્રમાદ કરવાથી ચારિત્રમોહનીયકર્મનો નાશ થવાને કારણે શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષ થાય છે; એ પ્રકારે ચારિત્રનો અભાવ હોય ત્યારે મોક્ષ થતો નથી, એ કથન શાસ્ત્રમાં બતાવેલ યથાખ્યાત ભાવચારિત્રને જ આશ્રયીને છે, પરંતુ દ્રવ્યચારિત્રને આશ્રયીને નથી; કેમ કે મોક્ષમાં જનાર જીવોમાંથી કેટલાક જીવોને દ્રવ્યચારિત્ર હોય છે અને કેટલાક જીવોને દ્રવ્યચારિત્ર નથી પણ હોતું.
આશય એ છે કે ચારિત્રમોહનીયકર્મના અપગમથી જ ભાવચારિત્ર પ્રગટે છે અને ભાવચારિત્રથી જ મોક્ષ થાય છે, પરંતુ માત્ર સમ્યગ્દર્શનથી નહિ; અને ભાવચારિત્રના ઉપાયરૂપ દ્રવ્યચારિત્રમાં ભજના છે; કેમ કે અંતકૃત્યેવલી એવા સોમાદિ મહાત્માઓને કોઈક નિમિત્તથી ગૃહસ્થવેષમાં કેવલજ્ઞાન પ્રગટ્યું અને તેઓ તરત જ મોક્ષે ગયા. આથી તેઓને પ્રવ્રજ્યાના સ્વીકારરૂપ કે પ્રવ્રજયાના પાલનરૂપ દ્રવ્યચારિત્ર પ્રાપ્ત થયું નહોતું; તોપણ પ્રવજ્યાસ્વીકાર અને પ્રવ્રયાપાલનરૂપ દ્રવ્યચારિત્ર એ ભાવચારિત્રની પ્રાપ્તિમાં પ્રબળ કારણ હોવાથી ગાથા ૯૧૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મોક્ષનું સાધન એવું ચારિત્ર ઉત્તમ જ છે, માટે ઉત્તમ એવા ચારિત્રના ઉપાયમાં મોક્ષના અર્થી જીવોએ યત્ન કરવો જોઈએ, અને આ જ ૧૧ દ્વારોનું ઐદંપર્ય છે, એ વચન સંગત છે.
વળી, ભાવચરણને ‘યથોહિત' વિશેષણ આપવા દ્વારા એ પ્રાપ્ત થાય કે જેમ માત્ર સમ્યગ્દર્શનથી મોક્ષ થતો નથી, તેમ માત્ર ભાવચારિત્રથી પણ મોક્ષ થતો નથી; પરંતુ તે ભાવચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રકારનું અર્થાત્ યથાખ્યાત, બને તો જ તે ભાવચારિત્રથી મોક્ષ થાય છે; કેમ કે પૂર્ણ રીતે આત્મભાવમાં રહેવું એ જ યથાખ્યાત ચારિત્ર છે, અને તે યથાખ્યાત ચારિત્ર વીતરાગને જ હોય છે. આથી જે જીવ ક્ષપકશ્રેણિમાં ચઢીને વીતરાગ બને છે, તે જીવમાં યથાખ્યાત ચારિત્રરૂપ યથોદિત ભાવચારિત્ર આવે છે; અને તે યથોદિત ભાવચારિત્રને જ આશ્રયીને શાસ્ત્રમાં કહ્યું છે કે ચરણનો અભાવ હોતે છતે મોક્ષ થતો નથી. એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. ll૯૨૨
અવતરણિકા:
तेषामपि च तत्तत्पूर्वकमेवेत्येतदाह - અવતરણિતાર્થ :
અને તેઓને પણ=સોમાદિ મહાત્માઓને પણ, તે=ભાવચારિત્ર, તેના પૂર્વક જ હતું=દ્રવ્યચારિત્રપૂર્વક જ હતું. જેથી કરીને આને=સોમાદિને પણ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર હતું એને, કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org