Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 403
________________ ૩૮૦. વતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વારા ગાથા ૧૦ ગાથા : एवं दंसणमेव उ निव्वाणपसाहगं इमं पत्तं । निअमेण जओ इमिणा इमस्स तब्भावभावित्तं ॥९१७॥ અન્વયાર્થ : વં ૩ વળી આ રીતે વંસમેવ દર્શન જ નિવ્યાપદ નિર્વાણનું પ્રસાધક છે. (એથી) = પત્તઆ દર્શનનું પ્રાધાન્ય, પ્રાપ્ત થયું; ન =જે કારણથી મિUTT=આની સાથે દર્શન સાથે, ફર્સિઆનું= નિર્વાણનું, નિગમે નિયમથી તમારવમવિત્ત તદ્ભાવભાવિત્વ છે. ગાથાર્થ : વળી પૂર્વગાથામાં કહ્યું એ રીતે દર્શન જ નિર્વાણનું પ્રસાધક છે, એથી દર્શનનું પ્રાધાન્ય પ્રાપ્ત થયું જે કારણથી દર્શન સાથે નિર્વાણનું નિયમથી તદ્ભાવભાવિત્વ છે. ટીકાઃ ___ एवं सूत्रे श्रुते दर्शनमेव तु न्यायात् निर्वाणप्रसाधकमिति एतत् प्राप्तं बलात्, कथमित्याह-नियमेन यतोऽनेन-दर्शनेनास्य-निर्वाणस्य तद्भावभावित्वं, न चरणेनेति गाथार्थः ॥९१७॥ ટીકાર્ય : વળી આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સૂત્રમાં=શાસ્ત્રમાં, સંભળાવે છતે ન્યાયથી દર્શન જ નિર્વાણનું પ્રસાધક છે=મોક્ષનું પ્રકૃષ્ટ કારણ છે. એથી બળથી=બળાત્કારે, આ=દર્શનનું પ્રાધાન્ય, પ્રાપ્ત થયું. કઈ રીતે? એથી કહે છે – જે કારણથી આની સાથે દર્શન સાથે, આનું–નિર્વાણનું મોક્ષનું, નિયમથી તદ્ભાવભાવિત્વ છે–તેના ભાવમાં મોક્ષનું ભાવિપણું છે અર્થાત્ દર્શનના સદ્ભાવમાં મોક્ષ થનાર છે, ચરણ સાથે નહીં ચારિત્ર સાથે મોક્ષનું તર્ભાવભાવિત્વ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં દર્શનનયને આશ્રયીને પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે દર્શન જ મોક્ષનું કારણ છે, ચારિત્ર નહીં, માટે દર્શન જ ઉત્તમ છે. તેનું પ્રસ્તુત ગાથામાં સમર્થન કરતાં પૂર્વપક્ષી કહે છે કે યુક્તિથી આગમમાં નિર્વાણનું કારણ દર્શન જ સંભળાતું હોવાથી બળાત્કારે પણ દર્શન ઉત્તમ છે, એમ પ્રાપ્ત થયું. વળી તેમાં યુક્તિ આપે છે કે દર્શનના સદ્ભાવમાં નિયમથી મોક્ષ થાય છે, પરંતુ ચારિત્રના સર્ભાવમાં મોક્ષ થાય જ, તેવો નિયમ નથી. આ રીતે દર્શનનયને પ્રધાન કરીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે બાહ્ય આચરણારૂપ ચારિત્ર વગર ઘણા જીવો મોક્ષમાં ગયા, પરંતુ સમ્યગ્દર્શન વગર કોઈ મોક્ષમાં ગયું નથી. માટે સિદ્ધાંતકારે ગાથા ૯૧૩માં સમર્થન કર્યું કે મોક્ષનું સાધક હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે અને સાધુએ ચારિત્રના ઉપાયમાં જ યત્ન કરવો જોઈએ, એ કથન અસંગત છે; કેમ કે બાહ્ય એવું ચારિત્ર ગ્રહણ કર્યા વગર અને ચારિત્રના ઉપાયમાં યત્ન કર્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426