Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 401
________________ ૩૦૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનયિતાનિ' દ્વાર/ ગાથા ૧૫-૧૬ ટીકાઃ निश्चयनयस्य दर्शनं, यदुत-चरणात्मविघाते सति ज्ञानदर्शनवधोऽपि, स्वकार्यासाधनेन तत्त्वतस्तयोरसत्त्वात्, व्यवहारस्य तु दर्शनं, यदुत-चरणे हते सति भजना शेषयो: ज्ञानदर्शनयोः, स्यातां वा न वेति થાર્થ: III ટીકાર્ય : નિશ્ચયનયનું દર્શન છે=અવલોકન છે, જે યહુતિ થી બતાવે છે – ચરણરૂપ આત્માનો વિઘાત થયે છતે જ્ઞાન અને દર્શનનો વધ પણ છે; કેમ કે સ્વકાર્યના અસાધનને કારણે=પોતાનું ચારિત્રરૂપ કાર્ય નહીં સાધતા હોવાને કારણે, તત્ત્વથી=પરમાર્થથી, તે બેનું જ્ઞાન-દર્શનનું, અસત્ત્વ છે=અવિદ્યમાનપણું છે. વળી વ્યવહારનયનું દર્શન છે=અવલોકન છે, જે યહુત થી બતાવે છે – ચરણ–ચારિત્ર, હણાયે છતે શેષ બેની=જ્ઞાન-દર્શનની, ભજના છે=વિકલ્પ છે. તે વિકલ્પ જ સ્પષ્ટ કરે છે – થાય કે નહીં=જ્ઞાન-દર્શનનો વધ થાય પણ કે ન પણ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ પૂર્વગાથાના અંતે કહેલ કે અધિકૃતનું અનુપાતી એવું પૂર્વાચાર્યનું કથન છે. તેને જ સ્પષ્ટ કરે છેનિશ્ચયનયનો મત છે કે ચારિત્રરૂપ આત્માનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શનનો પણ વધુ થાય છે; કેમ કે જ્ઞાનદર્શનનું કાર્ય ચારિત્ર છે; અને જે જ્ઞાન-દર્શન ચારિત્રને સાધતા ન હોય, તે જ્ઞાન-દર્શન પરમાર્થથી નથી, તેમ નિશ્ચયનય માને છે. એથી ફલિત થયું કે જ્ઞાન-દર્શન એ ચારિત્રનું કારણ છે અને ચારિત્ર એ મોક્ષનું કારણ છે. આથી ઉત્તમ એવા ચારિત્રની પ્રાપ્તિના ઉપાયમાં જ સાધુએ યત્ન કરવો જોઈએ, એ પ્રકારના ગાથા ૯૧૩ના કથનની પ્રસ્તુત કથનથી પુષ્ટિ થાય છે – વળી, પૂર્વાચાર્યનું અન્ય કથન પણ બતાવે છે- વ્યવહારનયનો મત છે કે ચારિત્રનો ઘાત થાય તો જ્ઞાનદર્શન હોય પણ અને ન પણ હોય અર્થાત્ રત્નત્રયીની પ્રાપ્તિ કર્યા પછી ચારિત્રમાં પ્રમાદ કરનાર જીવના ચારિત્રનો નાશ થવા છતાં, જો તે જીવની જિનવચન પ્રત્યેની રૂચિ યથાવસ્થિત હોય તો તેને જ્ઞાન-દર્શન હોઈ શકે, અને જિનવચન પ્રત્યેની રૂચિમાં પણ વિપર્યાસ થયો હોય તો તેને જ્ઞાન-દર્શન પણ ન હોઈ શકે, એ પ્રમાણે વ્યવહારનયની માન્યતા છે. ll૯૧પો અવતરણિકા: બાદ – અવતરણિતાર્થ : ગાથા ૯૧૩માં કહ્યું કે મોક્ષનું સાધન હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે; કેમ કે જ્ઞાન-દર્શનનું પણ ચારિત્ર જ ફળ છે. ત્યાં પૂર્વપક્ષી ‘બાદ' થી શંકા કરતાં કહે છે – ગાથા : णणु सणस्स सुत्ते पाहन्नं जुत्तिओ जओ भणिअं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥९१६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426