________________
૩૦૬
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૧૩-૧૪ જ ઉત્તમ છે, આથી મોક્ષના ઉપાયભૂત એવું આ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં સાધુએ યત્ન કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષનું સાધન જેમ ચારિત્ર છે, તેમ મોક્ષનું સાધન જ્ઞાન-દર્શન પણ છે, તો પછી ચારિત્રને જ કેમ ઉત્તમ કહ્યું? જ્ઞાન-દર્શનને ઉત્તમ કેમ ન કહ્યાં? એવી શંકાના નિવારણ માટે યુક્તિ આપે છે
રત્નત્રયીમાં પણ ચારિત્ર જ ઉત્તમ છે; કેમ કે તત્ત્વદષ્ટિથી તો જ્ઞાન-દર્શનનું પણ ફળ ચારિત્ર જ છે અર્થાત્ સમ્યગ જ્ઞાનથી જીવમાં સમ્યગું રુચિ ઉત્પન્ન થાય છે, જે રુચિ દર્શનરૂપ છે, અને તે જ્ઞાન-દર્શનથી જ જીવ ચારિત્ર પ્રાપ્ત કરે છે, અને તે ચારિત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી મોક્ષનું સાક્ષાત્ કારણ ચારિત્ર હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે. માટે ચારિત્રપ્રાપ્તિના ઉપાયભૂત એવા વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં સાધુએ પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે. I૯૧૩ અવતરણિકાઃ
પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્ર જ ઉત્તમ છે, કેમ કે જ્ઞાન-દર્શનનું પણ ફળ ચારિત્ર જ છે. એ વાતની પુષ્ટિ માટે કહે છે –
ગાથા :
एएण उ रहिआई निच्छयओ नेव ताई ताई पि ।
सफलस्सऽसाहगत्ता पुव्वायरिआ तहा चाहु ॥९१४॥ અન્વયાર્થ :
UgUT ૩ દિમડું વળી આનાથી ચારિત્રથી, રહિત એવા તારું પિકતે પણ=જ્ઞાન-દર્શન પણ, નિચ્છનો નિશ્ચયથી તાડું તે=જ્ઞાન-દર્શન, નેવ=નથી જ, સોનHસહિ! =કેમ કે સ્વફળનું અસાધકત્વ છે, તદ ઘ=અને તે પ્રકારે પુત્રીયરિ-પૂર્વાચાર્યો માહુ-કહે છે. ગાથાર્થ :
વળી ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન પણ નિશ્ચયથી જ્ઞાન-દર્શન નથી જ, કેમ કે સ્વફળનું અસાધકત્વ છે, અને તે પ્રકારે પૂર્વાચાર્યો કહે છે. ટીકાઃ
एतेन तु पुनः चारित्रेण रहिते निश्चयतः परमार्थेन नैव ते ज्ञानदर्शने ते अपि, कुतः ? इत्याह-स्वफलस्यासाधकत्वात् चारित्राजननादित्यर्थः, पूर्वाचार्यास्तथा चाहुः=अधिकृतानुपात्येतदिति गाथार्थः ॥९१४॥ ટીકાર્ય :
વળી આનાથી ચારિત્રથી, રહિત એવા તે પણ જ્ઞાન-દર્શન પણ, નિશ્ચયથી=પરમાર્થથી, તે જ્ઞાનદર્શન, નથી જ. કયા કારણથી જ્ઞાન-દર્શન પણ નિશ્ચયથી નથી જ? એથી હેતુ કહે છે – કેમ કે સ્વફળનું અસાધકપણું છે ચારિત્રનું અજનન છે=જ્ઞાન-દર્શન પોતાના ચારિત્રરૂપ ફળને પેદા કરનાર નથી. અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org