________________
૩૦૪
વતસ્થાપનાવસ્તુકI'યથા પયતવ્યાન' દ્વારગાથા ૧૨-૯૧૩
અન્વયાર્થઃ
પુત્રિ અને પૂર્વે=ઉપસ્થાપના વખતે, મસંતરિક અસતુ પણ આ=ભાવચરણ, વિદિપ=વિધિથી પુછવાઈ= ગુરુ-ગચ્છાદિની સેવા દ્વારા પછી પાછળથી જોવિંvi મસિ ગોપેન્દ્રાદિ અનેકને ગાયં ઉત્પન્ન થયું. ગાથાર્થ :
અને ઉપસ્થાપનાકાળમાં ચારિત્રનો પરિણામ નહીં હોવા છતાં પણ, વિધિપૂર્વક ગુરુ-ગચ્છાદિની સેવા દ્વારા પાછળથી ગોપેન્દ્રાદિ અનેકને ચારિત્રનો પરિણામ ઉત્પન્ન થયો.
ટીકાઃ
पूर्वउपस्थापनाकाले असदपि चैतच्चरणं विधिना गुरुगच्छादिसेवया हेतुभूतया जातम्-अभिव्यक्तम् अनेकेषामिदं पश्चाद् गोपेन्द्रादीनां गोपेन्द्रवाचककरोटकगणिप्रभृतीनामिति गाथार्थः ॥९१२॥ ટીકાઈઃ
અને પૂર્વે ઉપસ્થાપનાના કાળમાં, અસત્ પણ આ ચરણ અવિદ્યમાન પણ છેદોપસ્થાપનીય ચારિત્ર, વિધિથી હેતુભૂત=ભાવચારિત્રની પ્રાપ્તિના હેતુભૂત, એવી ગુરુ-ગચ્છાદિની સેવા દ્વારા પાછળથી ગોપેન્દ્રાદિક ગોપેન્દ્રવાચક, કોટકગણિ વગેરે, અનેકને આ=ભાવચારિત્ર, ઉત્પન્ન થયું=અભિવ્યક્ત થયું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
વિધિપૂર્વક ઉપસ્થાપના કરવાથી જીવોને પ્રાયઃ કરીને ભાવથી છેદોપસ્થાપનીયચારિત્ર પ્રાપ્ત થાય છે, છતાં કેટલાક જીવોને ઉપસ્થાપનાની વિધિથી છેદોપસ્થાપનીયચારિત્ર પ્રાપ્ત નથી પણ થતું. તોપણ ગુરુ, ગચ્છ, વસતિ આદિ ૧૧ ઉપાયોનું સેવન કરે તો ઉપસ્થાપનાકાળમાં નહીં પ્રગટેલ છેદોપસ્થાપનીયચારિત્ર પાછળથી પ્રગટી શકે છે. આ કથન દ્વારા ગાથા ૯૦૯ની અવતરણિકામાં બતાવેલ ઐદંપર્ય આ રીતે સ્પષ્ટ થાય છે –
સંયમ ગ્રહણ કર્યા પછી વિધિપૂર્વક ઉપસ્થાપના કરવાથી શિષ્યને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થાય છે અને ૧૧ દ્વારોના સેવનથી પ્રાપ્ત થયેલ ચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. વળી જે જીવોને ઉપસ્થાપનાકાળમાં છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થયું ન હોય તે જીવોને ૧૧ કારોના આસેવનથી પાછળથી પણ આ ચારિત્ર પ્રાપ્ત થાય છે. આથી સંયમ ગ્રહણ કરીને સાધુએ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં જ યત્ન કરવો જોઈએ, એ પ્રકારનું ૧૧ દ્વારોનું ઐદંપર્ય છે. ૯૧રા અવતરણિકા : __ प्रक्रान्तसमर्थनायैवाह - અવતરણિયાર્થ:
ગાથા ૯૦૯થી સર્વ દ્વારોનું ઔદંપર્ય બતાવવાનો પ્રારંભ કર્યો, હવે પ્રક્રાંતના=પ્રારંભ કરાયેલ ઐદંપર્વના, સમર્થન માટે જ કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org