________________
વતસ્થાપનાવસ્તક યથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૧૧-૯૧૨
૩૦૩
* “સામયિમત્રતોષિ'માં મા'થી એ જણાવવું છે કે છેદોપસ્થાપ્યચારિત્રથી તો અવધિને પ્રાપ્ત કરીને અનંતા જીવો સિદ્ધિને પામ્યા છે; પરંતુ માત્ર સામાયિકક્યારિત્રથી પણ અવધિને પામીને અનંતા જીવો સિદ્ધિને પામ્યા છે.
ટીકાર્ય :
અને તે=ઉપસ્થાપનાગત, વિધિ વડે પ્રાયઃ આ છેદોપસ્થાપ્ય ચારિત્ર, થાય છે, એથી સૂત્રમાં શાસ્ત્રમાં, દશવૈકાલિકાદિના પાઠાદિની પછી ઉપસ્થાપનાનો નિયમ કરાયો છે. આમ છતાં ઇતરથા=અન્યથા= ઉપસ્થાપના વગર, સામાયિકમાત્રથી પણ અવધિની પ્રાપ્તિ વડે સામાયિકની ચરમસીમારૂપ અવધિની પ્રાપ્તિ થવાને કારણે, અનંતા પ્રાણીઓ-જીવો, સિદ્ધિને પામ્યા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સંયમ ગ્રહણ કરતી વખતે જીવને પ્રથમ સામાયિકચારિત્ર આપવામાં આવે છે. ત્યાર પછી દશવૈકાલિકાદિ સૂત્રોના પાઠ વગેરેથી શૈક્ષ પ્રાપ્તાદિ ગુણોવાળો થાય, ત્યારે તેને વ્રતોમાં આરોપણ કરવારૂપ બીજું છેદોપસ્થાપનીયચારિત્ર આપવામાં આવે છે. આમ વિધિપૂર્વક ઉપસ્થાપના કરવાથી સાધુમાં પ્રાયઃ કરીને છેદોપસ્થાપ્ય ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય છે. એથી દશવૈકાલિકાદિના પાઠાદિ કર્યા પછી જ નવદીક્ષિતની વ્રતોમાં ઉપસ્થાપના કરવાની વિધિ છે, એ અપેક્ષાએ ઉપસ્થાપનાની વિધિ સફળ છે; કેમ કે સામાયિકચારિત્ર આપ્યા પછી સાધુની ઉપસ્થાપના કરવાથી પ્રાયઃ સામાયિક કરતાં ઊંચી ભૂમિકાવાળું છેદોપસ્થાપનીયચારિત્ર પ્રાપ્ત થાય છે; તોપણ ઉપસ્થાપના કરવાથી બીજું ચારિત્ર આવે જ એવો એકાંતે નિયમ નથી. આ જણાવવા માટે કહે છે કે વ્રતોની ઉપસ્થાપના વગર કેવલ સામાયિકચારિત્રની પ્રાપ્તિથી પણ સામાયિકની ચરમ ભૂમિકારૂપ અવધિની પ્રાપ્તિ દ્વારા અનંતા જીવો મોક્ષને પામ્યા. આનાથી એ ફલિત થાય કે માત્ર સામાયિકચારિત્ર ગ્રહણ કરવાથી પણ કેવલજ્ઞાન થઈ શકે છે. આમ છતાં, ઘણા જીવોને ઉપસ્થાપનાથી જ પ્રાયઃ કરીને છેદોપસ્થાપ્યચારિત્ર પ્રગટ થાય છે. આથી સંયમની વૃદ્ધિ માટે શાસ્ત્રમાં વ્રતોની ઉપસ્થાપનાની વિધિ બતાવી છે, તે ઉચિત છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વગાથાના કથન મુજબ વિધિપૂર્વક ઉપસ્થાપના કરનાર છદ્મસ્થ ગુરુની અપેક્ષાએ ઉપસ્થાપનાની ક્રિયા સફળ છે, અને પ્રસ્તુત ગાથાના કથન મુજબ જેઓનાં વ્રતોમાં ઉપસ્થાપના કરાય છે તે સાધુઓની અપેક્ષાએ પણ ઉપસ્થાપનાની ક્રિયા સફળ છે. ૯૧૧૫ અવતરણિકા:
अनियममेव दर्शयति -
અવતરણિતાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે ઉપસ્થાપનાની વિધિ વડે પ્રાયઃ છેદોપસ્થાપનીયચારિત્ર થાય છે. તેથી નક્કી થયું કે ઉપસ્થાપનાથી બીજું ચારિત્ર આવે જ એવો નિયમ નથી, માટે તે અનિયમને જ દર્શાવે છે –
ગાથા :
पुट्वि असंतगं पि अ विहिणा गुरुगच्छमाइसेवाए । जायमणेगेसि इमं पच्छा गोविंदमाईणं ॥९१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org