________________
વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર / ગાથા ૧૩
૩૦૫
ગાથા :
एअं च उत्तमं खलु निव्वाणपसाहणं जिणा बिंति ।
जं नाणदंसणाण वि फलमेअं चेव निद्दिष्टुं ॥९१३॥ અન્વયાર્થ:
નિવ્યાપાપહvi väઅને નિર્વાણના પ્રસાધન એવા આને ચારિત્રને, નિVIT જિનો ૩ત્તમાં વનુ ઉત્તમ જ લૈિંતિ કહે છે; નં જે કારણથી નાસUTI વિજ્ઞાન અને દર્શનનું પણ અત્યંત્રફળ ૪ai ચેવ આ જ ચારિત્ર જ, નિદિદં નિર્દેશાયું છે.
ગાથાર્થ :
અને નિવણના પ્રસાધન એવા ચાત્રિને જિનેશ્વરો ઉત્તમ જ કહે છે; જે કારણથી જ્ઞાન અને દર્શનનું પણ ફળ ચારિત્ર જ દર્શાવાયેલ છે. ટીકાઃ
एतत्-चारित्रं, उत्तमं खलु-उत्तममेव, निर्वाणप्रसाधनं मोक्षसाधनं, जिना बुवते, अत एतदुपाये यत्नः कार्यः इत्यैदम्पर्यम्, उत्तमत्वे युक्तिमाह-यद्-यस्मात् ज्ञानदर्शनयोरपि तत्त्वदृष्ट्या फलमेतदेव चारित्रं निर्दिष्टं, तत्साधकत्वादिति गाथार्थः ॥९१३॥ ટીકાર્થ :
નિર્વાણના પ્રસાધન એવા=મોક્ષના સાધન એવા, આન=ચારિત્રને, જિનો ઉત્તમ જ કહે છે. આથી આના=ચારિત્રના, ઉપાયમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનું દંપર્ય છે.
ઉત્તમત્વમાં-ચારિત્રના ઉત્તમપણામાં, યુક્તિને કહે છે અર્થાતું ચારિત્ર જ ઉત્તમ કેમ છે? જ્ઞાન અને દર્શન કેમ નહીં? એ પ્રકારની શંકામાં યુક્તિ બતાવે છે – : જે કારણથી જ્ઞાન અને દર્શનનું પણ ફળ તત્ત્વદેષ્ટિથી–નિશ્ચયનયની અપેક્ષાથી, આ જ ચારિત્ર જ, નિર્દેશાયું છે, કેમ કે તેનું સાધકપણું છે=જ્ઞાન અને દર્શનમાં ચારિત્રનું સાધકપણું છે=જ્ઞાન અને દર્શન ચારિત્રરૂપ ફળને સાધનાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનેશ્વરો મોક્ષનાં સાધન એવા ચારિત્રને ઉત્તમ જ કહે છે. આથી ચારિત્રના ઉપાયભૂત એવા પૂર્વમાં વર્ણવેલ ૧૧ દ્વારોમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનું ઐદંપર્ય છે.
જોકે ગાથા ૯૦૯માં ઐદંપર્ય બતાવ્યું જ હતું કે ૧૧ વારોમાં યત્ન કરવાથી ચિત્ત વિસ્રોતસિકાથી રહિત બને છે. આથી સાધુ ગુરુઆસેવનાદિ દ્વારા પ્રાપ્ત થયેલ ચરણપરિણામનું રક્ષણ કરે અને નહીં પ્રાપ્ત થયેલ ચરણપરિણામને પ્રાપ્ત કરે છે. આમ છતાં તે ઔદંપર્યનું જ ગાથા ૯૧૦થી ૯૧૨માં ભાવન કર્યું કે ઉપસ્થાપનાકાળમાં અપ્રાપ્ત પણ ચરણપરિણામ ૧૧ દ્વારોમાં યત્ન કરવા દ્વારા પાછળથી પણ પ્રાપ્ત થાય છે. આ ઔદંપર્યનું જ સમર્થન કરવા અર્થે ફરીથી પ્રસ્તુત ગાથામાં કહે છે કે મોક્ષનું સાધન એવું આ ચારિત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org