________________
૩૦૨
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૧૦-૯૧૧ આમ છતાં, ક્વચિત્ છબસ્થતાને કારણે અંગારમર્દનાચાર્ય જેવા અભવ્ય જીવોને નહીં જાણી શકવાથી છદ્મસ્થ ગુરુ તેઓની ઉપસ્થાપના કરે, તોપણ તે ગુરુને આજ્ઞાની આરાધનાનું ફળ મળે છે; અને ક્વચિત પ્રવ્રયા લેનાર જીવો ભવ્ય હોવા છતાં ઉપસ્થાપનાકાળમાં તેઓને ભાવચારિત્રની પ્રાપ્તિ ન થઈ હોય, તોપણ વિધિપૂર્વક ઉપસ્થાપના કરનાર ગુરુને આજ્ઞાના આરાધનથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આથી વિધિકારક એવા છદ્મસ્થ ગુરુની કરાયેલી ઉપસ્થાપના સફળ છે. ૯૧વા અવતરણિકાઃ
उपस्थापनाविधेः फलवत्तामाह - અવતરણિતાર્થ
ઉપસ્થાપનાની વિધિની ફલવત્તાને કહે છે –
ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ઉપસ્થાપના જ કરાયે છતે નિયમથી ભાવચારિત્ર પ્રગટ ન પણ થાય. એથી શંકા થાય કે જેઓની વ્રતોમાં ઉપસ્થાપના કરાઈ છે, તે સાધુઓને ઉપસ્થાપનાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી? તેના નિવારણ માટે ઉપસ્થાપનાની વિધિ ફળવાળી છે, તે બતાવવા માટે કહે છે –
ગાથા :
पायं च तेण विहिणा होइ इमं ति निअमो कओ सुत्ते ।
इहरा सामाइअमित्तओ वि सिद्धि गयाऽणंता ॥९११॥ અન્વયાર્થ :
તેn a વિદિUTT=અને તે વિધિ વડે પાયં પ્રાયઃ બં-આ=છેદોપસ્થાપ્ય ચારિત્ર, ઘટ્ટ થાય છે, તિ એથી સુરે સૂત્રમાં નિયમો નિયમ કરાયો છે. આમ છતાં) રૂ=ઈતરથા=ઉપસ્થાપના વગર, સામમિત્તો વિસામાયિકમાત્રથી પણ મid=અનંતા સિદ્ધિ-સિદ્ધિને વિષે ગયા.
ગાથાર્થ :
અને તે વિધિ વડે પ્રાયઃ છેદોપસ્થાપ્ય ચારિત્ર થાય છે, એથી સૂત્રમાં નિયમ કરાયેલો છે. આમ છતાં ઉપસ્થાપના વગર સામાયિકમાત્રથી પણ અનંતા જીવો સિદ્ધિ પામ્યા. ટીકાઃ
प्रायश्च तेन विधिनोपस्थापनागतेन भवत्येतत्-छेदोपस्थाप्यं चारित्रमिति नियमः कृतः सूत्रे दशवैकालिकादिपाठाद्यनन्तरमुपस्थापनायाः, इतरथा अन्यथा सामायिकमात्रतोऽपि अवधेः प्राप्त्या सिद्धि गताः अनन्ताः प्राणिन इति गाथार्थः ॥९११॥ * “વૈઋનિસિપરિ'માં પ્રથમ “મરિ' શબ્દથી શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રના પાઠનું અને દ્વિતીય 'ર' પદથી કથિત અને અભિગતનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org