________________
૩૦૦
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / ગાથા ૯૦૯-૯૧૦ કોટિનું, નથી; જ્યારે ચરણપરિણામરૂપ ચિંતામણિ રત્ન અચિંત્ય કોટિનું છે; કેમ કે ચિંતામણિ રત્ન જે ફળ આપી શકતું નથી, તેવું મોક્ષરૂપ ફળ ચરણપરિણામ આપે છે, અને મોક્ષ ન મળે ત્યાં સુધી પણ સુગતિની પરંપરા ચલાવનાર છે. આથી ચરણપરિણામ અચિંત્ય ચિંતામણિરૂપ છે.
વળી, ચારિત્રનો પરિણામ અતિ દુર્લભ હોવાથી અનંત કાળમાં જીવે ક્યારેય પ્રાપ્ત કર્યો નથી, માટે જીવનું અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ ચાલે છે, અને તેમાં કંઈક પુણ્યના ઉદયથી જીવને આ ભવમાં ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયો છે. તેથી દુર્લભ એવા ચારિત્રના રક્ષણ માટે સાધુએ સર્વ યત્ન કરવો જોઈએ.
અવતરણિકામાં કહ્યા મુજબ ૧૧ દ્વારોનું ઐદંપર્ય એ છે કે પ્રાપ્ત થયેલ સંયમના પરિણામમાં વ્યાઘાતના વર્જન માટે સાધુએ ૧૧ દ્વારોમાં યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલ દુર્લભ એવા ચારિત્રના પરિણામનું રક્ષણ થાય; અને ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયેલ ન હોય તોપણ પ્રાપ્ત થાય તદર્થે, દીક્ષા લીધા પછી સાધુએ કોઈ વિકલ્પ વગર ૧૧ દ્વારોમાં જ યત્ન કરવો જોઈએ. ૯૦૯ અવતરણિકા :
एतदेव भावयन्नाह - અવતરણિકાર્ય :
આને જ ભાવન કરતાં કહે છે અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું કે ૧૧ વારોમાં પ્રયત્ન કરવા દ્વારા સાધુ અલબ્ધ પણ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે, એ જ વાતને ગાથા ૯૧૨માં ભાવન કરવાની છે. આથી તેનું પૂર્વભૂમિકારૂપ કથન જણાવવા માટે ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં કહે છે –
ગાથા :
णो उवठावणए च्चिअ निअमा चरणं ति दव्वओ जेण ।
साऽभव्वाण वि भणिआ छउमत्थगुरूण सफला य ॥९१०॥ અન્વયાર્થ:
૩વડાવULL વ્યિ ઉપસ્થાપના જ કરાય છતે નિમાં નિયમથી ઘર છોકચરણ=ભાવચારિત્ર, થતું નથી; ને જે કારણથી બ્રોકદ્રવ્યથી સકતે-ઉપસ્થાપના, વ્યાવિ અભવ્યોને પણ મળ કહેવાઈ છે, (તો ઉપસ્થાપના કરવી નિરર્થક છે? એવી શંકામાં કહે છે –) છમસ્થગુરૂ અને છબસ્થ ગુરુની (ઉપસ્થાપના) સપhત્ન સફળ છે=ફળવાળી છે. * ‘તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
ઉપસ્થાપના જ કરાયે છતે નિયમથી ભાવચાસ્ત્રિ થતું નથી; જે કારણથી દ્રવ્યથી ઉપસ્થાપના અભવ્ય જીવોને પણ કહેવાઈ છે. અહીં શંકા થાય કે ઉપસ્થાપના કરવાથી નિયમા ભાવચારિત્ર ન થતું હોય તો ઉપસ્થાપના કરવી નિરર્થક છે, તેના સમાધાનરૂપે કહે છે – અને છદ્મસ્થ ગુરની ઉપસ્થાપના સફળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org