________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ચતિકથા' | ગાથા ૯૦૮-૯૦૯
જે
વળી, જે સાધુ પોતાના અને અન્ય જીવોના સંયમના પરિણામને સ્થિર કરે છે, તે સાધુને જન્માંતરમાં પણ વિકથાનો નાશ થાય છે; કેમ કે હંમેશાં પોતાને થયેલ ઉત્તમ ભાવ બીજામાં પ્રગટાવવામાં આવે તો તે ઉત્તમ ભાવની ભવાંતરમાં પોતાને પ્રાપ્તિ થાય છે. એ નિયમ પ્રમાણે આ ભવમાં કરેલ ઉત્તમ પુરુષોના ચરિત્રથી થયેલ સ્થિર ભાવ બીજા ભવમાં ફરીથી તેવા ઉત્તમ પુરુષોની કથા કરવાના પરિણામને પેદા કરે છે, અને પોતે યતિકથા કરીને અન્ય જીવોની વિકથાનો નાશ કર્યો હોય તો તેનાથી બંધાયેલ પુણ્ય અને ઉત્તમ સંસ્કારો ભવાંતરમાં પોતાની પણ વિકથાનો નાશ કરે છે અર્થાત્ પોતાને બીજા ભવમાં વિકથાની અપ્રાપ્તિ થાય છે. આથી સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલ સાધુએ સદા યતિકથામાં ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનો આશય છે. ૯૦૮
૩૬.
અવતરણિકા :
अधिकृतद्वारगाथायां सर्वद्वाराणामेवैदम्पर्यमाह -
-
અવતરણિકાર્ય
૬૭૮ રૂપ અધિકૃત એવી દ્વારગાથામાં સર્વ દ્વારોના જવ્રતપાલનના ઉપાયરૂપે બતાવેલ ૧૧ ારોના જ, ઐદંપર્યને કહે છે .
---
ભાવાર્થ:
ગાથા ૬૧૧માં ત્રીજી ઉપસ્થાપના નામની વસ્તુના મુખ્ય ત્રણ દ્વારો બતાવ્યાં, તેમાં ‘વ્રતાનિ યથા પાલયિતવ્યનિ' એ રૂપ ત્રીજું દ્વાર ગાથા ૬૭૮થી માંડીને ગાથા ૯૦૮માં પૂરું થયું, અને તે ત્રીજા દ્વારમાં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેથી તે ગાથા ૬૭૮ રૂપ અધિકૃત એવી દ્વારગાથામાં બતાવેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોરૂપ સર્વ દ્વારોનું જ ઐદંપર્ય પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
ગાથા:
विस्सो असिगारहिओ एव पयत्तेण चरणपरिणामं । रक्खज्ज दुलहं खलु लद्धमलद्धं व प्राविज्जा ॥ ९०९ ॥
અન્વયાર્થઃ
વ પયજ્ઞેળ-આ પ્રકારના પ્રયત્નથી વિોસિદ્ઘિઓ-વિસ્રોતસિકાથી રહિત (સાધુ) નન્નેં યુક્ત વરાળિામં=લબ્ધ એવા દુર્લભ ચરણપરિણામને વિશ્ર્વપ્ન-૨ક્ષણ કરે, અદ્ધ વ=અથવા અલબ્ધને=નહીં પ્રાપ્ત થયેલ ચરણપરિણામને, પાવિજ્ઞા=પ્રાપ્ત કરે.
* ‘જીતુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ:
પૂર્વે કહેલ ગુરુઆસેવનાદિ ૧૧ દ્વારોમાં પ્રયત્નથી વિસ્રોતસિકાથી રહિત સાધુ પ્રાપ્ત થયેલ દુર્લભ ચારિત્રના પરિણામનું રક્ષણ કરે, અથવા નહીં પ્રાપ્ત થયેલ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org