________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતચિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ચતિકથા’ / ગાથા ૯૦૮
અન્વયાર્થઃ
વં =અને આ રીતે અળેસિ પિ-અન્યોનું પણ ચિત્તમાષ્ફળિ-સ્થિરત્વ આદિ નિમેળ-નિયમથી હ્રૌંતિ-થાય છે. Ş. અહીં=સંયમજીવનમાં, સુહૃદંતાળો-શુભ સંતાન હતુ=ખરેખર વિજ્ઞામજ્ઞળો-વિકથાનો મથન=નાશ કરનાર, મુળેઞવ્યો-જાણવો.
ગાથાર્થ:
અને આ રીતે અન્ય સાધુઓની પણ સ્થિરતા આદિ નિયમથી થાય છે. સંયમજીવનમાં શુભ સંતાન
ખરેખર વિકથાનો નાશ કરનાર જાણવો.
ટીકા
396
अन्येषामपि चैवम् उक्तेन प्रकारेण स्थिरत्वादीनि भवन्ति नियमेन श्रवणात् सकाशाद्, एवं शुभसन्तान एव, तेभ्योऽपि तदन्येषां स्थिरत्वादिभावाद्, अयं च जन्मान्तरेऽपि विकथामथनो = विकथाविनाशनो मुणितव्यः, तदन्येषां तद्विनाशनेनेति गाथार्थः ॥ ९०८ ॥ ( द्वारं ) ॥
* ‘“સ્થિરત્વાવીનિ’’માં ‘આવિ’ શબ્દથી પોતાના ઉચિત કૃત્યોનું સ્મરણ, ઉચિત કૃત્યો કરવા માટેનો દૃઢ અભિલાષ વગેરે ભાવોનું ગ્રહણ કરવું.
ટીકાર્ય
અને આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=પૂર્વમાં કહેવાયેલ પ્રકારથી, શ્રવણથી અન્ય જીવોનું પણ સ્થિરત્વ આદિ નિયમથી થાય છે. આ રીતેતિકથા દ્વારા અન્ય જીવોનું સ્થિરત્વાદિ થાય છે એ રીતે, શુભ સંતાન જ=શુભ પરંપરા જ, થાય છે; કેમ કે તેઓ દ્વારા પણતિકથા સાંભળીને સંયમમાં સ્થિરત્વ પામેલ જીવો દ્વારા પણ, તેનાથી અન્યોનાયતિકથા સાંભળીને જેઓ સ્થિરત્વ પામ્યા છે તે સાધુઓથી અન્ય સાધુઓના, સ્થિરત્વાદિનો ભાવ છે; અને આશુભ સંતાનયતિકથા કરનાર સાધુથી થયેલ આ શુભ પ્રવાહ, જન્માંતરમાં પણયતિકથા કરનારને અન્ય જન્મમાં પણ, વિકથાનું મથન–વિકથાનો વિનાશ કરનાર, જાણવો; કેમ કે તેનાથી અન્યોની= યતિકથા કરનાર સાધુઓથી અન્ય સાધુઓની, તેનુંવિકથાનું, વિનાશન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે સાધુએ યતિકથા કરવી જોઈએ અને મહાપુરુષોના નિરતિચાર ચારિત્રની અનુમોદના કરવી જોઈએ, એ રીતે કથા કરનાર સાધુઓથી અન્ય સાધુઓને પણ નિયમથી સ્થિરતા થાય છે; કેમ કે કથા કરવાના સમયે પોતાને જેમ ઉત્તમ પુરુષોના સ્મરણથી ઉત્તમ ભાવો થાય છે, તેમ કથાના શ્રવણથી અન્ય સાધુઓને પણ સ્થિરત્વાદિ ભાવો થાય છે. આ રીતે યતિકથા કરવાથી અને તેની અનુમોદના કરવાથી પોતાનામાં અને અન્ય જીવોમાં સ્થિરત્વ આદિ ગુણો પ્રગટે છે, જેથી શુભની પરંપરા ચાલે છે; કેમ કે પોતે કરેલ કથાથી પોતાનો સંયમભાવ સ્થિર થયો અને તે કથાથી અન્યનો પણ સંયમભાવ સ્થિર થયો, તેમ જ સંયમમાં સ્થિર થયેલ સાધુઓ અન્ય જીવોને પણ તે કથા ક૨શે, આથી ઘણા સાધુઓનું સંયમ સ્થિર થવારૂપ શુભ સંતાન ચાલશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org