________________
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૬૯
૩૧૩
ગાથાર્થ :
અને ઉપરનું કથન આ રીતે ઘટે છે – જે રોગી, કુષ્ઠાદિ રોગની ચિકિત્સા સ્વીકારીને સૂમ પણ કુપચ્ચેના સેવનરૂપ અતિચાર કરે છે, તે રોગીનો તે કુપચ્ચના સેવનરૂપ અતિચાર વિપાકમાં અતિભયંકર છે. ટીકા :
एवं च घटते एतद्-अनन्तरोदितं, प्रपद्य यश्चिकित्सां कुष्ठादेरतिचारं-तद्विरोधिनं, किमित्याहसूक्ष्ममपि करोति, स खलु तस्यातिचार: विपाकेऽतिरौद्रो भवति, दृष्टमेतद्, एवं दार्टान्तिकेऽपि भविष्यतीति गाथार्थः ॥८६९॥ * “સુહુ પિ'માં ‘પિ'થી એ સમુચ્ચય કરવો છે કે સ્થૂલ અતિચાર તો વિપાકમાં અતિરૌદ્ર છે જ, પરંતુ સૂક્ષ્મ અતિચાર પણ વિપાકમાં અતિ રોદ્ર છે. ટીકાર્ય :
અને આ અનંતરમાં ઉદિત પૂર્વની બે ગાથામાં કહેવાયેલ કથન, આ રીતે=હવે કહે છે એ રીતે, ઘટે છે- જે રોગી કુષ્ઠાદિની ચિકિત્સાને સ્વીકારીને અતિચારને–તેના વિરોધીને=ચિકિત્સાની વિરુદ્ધ એવા અપથ્ય સેવનને, શું? એથી કહે છે – સૂમ પણ કરે છે, ખરેખર તેનો તે રોગીનો, તે અતિચાર=અપથ્યના સેવનરૂપ અતિચાર, વિપાકમાં અતિ રૌદ્ર થાય છે. આ દષ્ટ છેઃલોકમાં અનુભવથી દેખાય છે.
આ પ્રમાણે રાષ્ટ્રન્તિકમાં પણ થશે અર્થાત્ જે પ્રમાણે દ્રવ્યરોગની ચિકિત્સાને સ્વીકારીને કરાતું અપથ્યનું સેવન વિપાકમાં અતિ રૌદ્ર થાય છે, એ પ્રમાણે ભાવરોગની ચિકિત્સારૂપ સંયમને સ્વીકારીને કરાતું અપથ્યરૂપ અતિચારનું સેવન વિપાકમાં અતિ રૌદ્ર થશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૮૬૭-૮૬૮માં બતાવેલ સૂક્ષ્મ અર્થપદની વિચારણાને દૃષ્ટાંતથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે જે રીતે કુષ્ઠરોગવાળી વ્યક્તિ કુષ્ઠરોગની ચિકિત્સા શરૂ કર્યા પછી ચિકિત્સામાં નિષિદ્ધ એવા કુપથ્યનું સેવન કરે તો ચિકિત્સા કરતાં પહેલાં તે રોગીની જે સ્થિતિ હતી, તેના કરતાં રૌદ્ર સ્થિતિ ચિકિત્સા કરવા છતાં કુપથ્યના સેવનને કારણે થાય છે; અને આ વાત અનુભવથી દેખાય છે. એ રીતે ચારિત્ર સ્વીકારીને અતિચારોનું સેવન કરનારમાં પણ આ વાત સંગત થશે, અને તે આ પ્રમાણે –
કોઈ સાધુ ભાવરોગને મટાડવા અર્થે સંયમ ગ્રહણ કરે, પરંતુ સંયમના વિરોધી એવા અતિચારોનું સેવન કરે તો તે સેવેલ અતિચારોનો વિપાક અતિદારુણ થાય છે; જેમ કે બ્રાહ્મી-સુંદરીને સૂક્ષ્મ અતિચારોના સેવનના દારુણ વિપાકરૂપે સ્ત્રીભવની પ્રાપ્તિ થઈ, તો વર્તમાનના સાધુઓ ઘણા અતિચારો સેવતા હોવાથી તેઓને મોક્ષની પ્રાપ્તિ તો દૂર રહો, પરંતુ દુર્ગતિમાં ભ્રમણરૂપ ઘણા અનર્થોની પ્રાપ્તિ થશે; જેમ ચિકિત્સાનો પ્રારંભ કરીને સૂક્ષ્મ પણ વિપરીત સેવન રોગીના રોગને વધારનાર હોવાથી વિપાકમાં અતિરૌદ્ર છે, તેમ સંયમ ગ્રહણ કરીને સૂક્ષ્મ પણ અતિચારોનું સેવન વિપાકમાં અતિરૌદ્ર છે.
અવતરણિકામાં કહ્યું કે માર્ગાનુસારી વિકલ્પને કહે છે, તે માર્ગાનુસારી વિકલ્પ એ છે કે જેમ રોગની ચિકિત્સા સ્વીકાર્યા પછી અપથ્યનું સેવન કરવું જોઈએ નહીં, છતાં અપથ્યનું સેવન કરવામાં આવે તો તેનું ફળ અતિ રૌદ્ર છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી અતિચારનું સેવન કરવામાં આવે તો તેનું ફળ અતિ રૌદ્ર છે, એ પ્રસ્તુતમાં માર્ગાનુસારી વિચારણા છે. ll૮૬ાા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org