________________
૩૬૪
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ચતિકથા' | ગાથા ૯૦૫-૯૦૬
ટીકાર્ય :
સફળ કર્યો છે ઘરનો ત્યાગ જેમણે એવા મહાપુરુષ સાધુઓ, કોણ છે? તે બતાવે છે – ભગવાન દશાર્ણભદ્ર રાજર્ષિ, સુદર્શન, સ્થૂલભદ્ર અને વજસ્વામી; આવા પ્રકારના=તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. આ મહાપુરુષોનાં કથાનકો શુષ્ણપણું હોવાથી=પ્રસિદ્ધ હોવાથી, લખાયાં નથી. ૯૦પા.
અવતરણિકા :
तथैतत्कर्त्तव्यम् -
અવતરણિકાર્ય :
પૂર્વમાં કહ્યું કે સ્વાધ્યાયાદિથી શ્રાંત સાધુ યતિકથાને કરે. વળી બીજું શું કરે? તે બતાવતાં કહે છે કે તથા આ=પ્રસ્તુત ગાથામાં બતાવે છે એ, કરવું જોઈએ –
ગાથા :
अणुमोएमो तेसिं भगा चरिअं निरइआरं ।
संवेगबहुलयाए एव विमोहिज्ज अप्पाणं ॥९०६॥ અન્વયાર્થ :
તે િમાવંતા =ત ભગવંતોના=પૂર્વગાથામાં બતાવ્યા તે દશાર્ણભદ્રાદિ ભગવંતોના, નિફરં ચરિમંત્ર નિરતિચાર ચરિત્રને સંવેવદુનયા=સંવેગની બહુલતા વડે ગુણોનો અમે અનુમોદીએ છીએ. પર્વ આ રીતે (સાધુઓ) ૩ખાઈ આત્માને વિદિM= વિશાધન કરે.
ગાથાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યા તે દશાર્ણભદ્રાદિ ભગવંતોના નિરતિચાર ચરિત્રને સંવેગની બહુલતા વડે અમે અનુમોદીએ છીએ. આ રીતે સાધુઓ આત્માનું વિશોધન કરે.
ટીકા :
अनुमोदामहे तेषां दशार्णभद्रादीनां भगवतां चरितं निरतिचार-यथोक्ताचारमित्यर्थः संवेगबहुलतया, एवम् उक्तेन प्रकारेण सर्वत्र विशोधयेदात्मानं कर्ममलादिति गाथार्थः ॥९०६॥ ટીકાર્ય :
તે દશાર્ણભદ્રાદિ, ભગવંતોના નિરતિચાર ચરિત્રને યથોક્ત આચારને=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયેલ છે તે પ્રકારના આચારને, સંવેગની બહુલતા વડે અમે અનુમોદીએ છીએ. આ રીતે કહેવાયેલ પ્રકારથી, સર્વત્ર=સંયમજીવનના દરેક અનુષ્ઠાનોમાં, કર્મરૂપી મળથી આત્માનું વિશોધન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org