________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘યતિકથા' | ગાથા ૯૦૪-૯૦૫
ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલ સાધુ યતિકથા કરે. તેથી યતિકથાને બતાવવા માટે કહે છે કે સંયમ ગ્રહણ કર્યા પછી જેમણે મહાસત્ત્વથી નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું છે, તેવા જિનધર્મમાં સુસ્થિત પૂર્વના મહાત્માઓની કથા, સાધુ ગુરુ આદિની પાસેથી સાંભળે, જેથી પોતાનું વીર્ય નિરતિચાર ચારિત્રના પાલનને અભિમુખ ઉલ્લસિત થાય.
વળી, સમર્થ સાધુએ યતિકથા બીજા પાસે કરે છે, જેથી અન્ય સાધુઓને સંયમમાં દૃઢ યત્ન કરવાનો ઉત્સાહ વધે; અને આ યતિકથા પૂર્વના સુવિહિત સાધુઓનો વિનય અને તેઓની સંયમની પરિણતિ કેવી હતી ? તેને અનુરૂપ એવી ભાવસાર કરે, અને આવી ભાવસાર યતિકથા પણ અન્ય શ્રોતા સાધુઓની જે પ્રકારે યોગ્યતા હોય તે પ્રકારે જ કરે; કેમ કે અન્ય સાધુઓની સમજવાની યોગ્યતાનો વિચાર કર્યા વિના પૂર્વના મહર્ષિઓનાં ગંભીર સ્થાનો કહેવામાં આવે, તો તે સાધુઓને તે ગંભીર સ્થાનોના તાત્પર્યનો ખ્યાલ ન આવે, જેથી તે યતિકથા દ્વારા તેઓનો ઉપકાર થઈ શકે નહિ. માટે સ્વ-પરના ઉપકાર અર્થે કરાતી યતિકથા શ્રોતાની યોગ્યતાને સામે રાખીને કરવી જોઈએ. l૯૦૪
અવતરણિકા :
યથા –
393
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુ મહાપુરુષોનાં ચરિત્રોને સાંભળે અને અન્ય સાધુઓને કહે. તેથી તે ચરિત્રો જ ‘યથા' થી બતાવે છે
ગાથા:
અન્વયાર્થઃ
भयवं दसन्नभद्दो सुदंसणो थूलभद्द वइरो अ । सफलीकयगिहचाया साहू एवंविहा होंति ॥ ९०५ ॥
મયવં=ભગવાન સન્નમદ્દો-દશાર્ણભદ્ર, સુવંસળો-સુદર્શન, ભૂતમ ્=સ્થૂલભદ્ર, વો =અને વજ; સતીશાયા=સફળ કર્યો છે ગૃહનો ત્યાગ જેમણે એવા સાહૂ=સાધુઓ ડ્વવિહા=આવા પ્રકારના હોંતિ-હોય છે.
ગાથાર્થ:
ભગવાન દશાર્ણભદ્ર, સુદર્શન, સ્થૂલભદ્ર અને વજ્ર; સફળ કર્યો છે ગૃહનો ત્યાગ જેમણે એવા સાધુઓ આવા પ્રકારના હોય છે.
ટીકા :
भगवान् दशार्णभद्रो राजर्षिः सुदर्शनः स्थूलभद्रो वज्रश्च सफलीकृतगृहत्यागाः महापुरुषाः साधव एवंविधा भवन्तीति गाथार्थः । कथानकानि क्षुण्णत्वान्न लिखितानि ॥ ९०५ ॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org